Radhanpur News/ કાદવમાં ફસાયા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વરસાદી અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ કરી મદદ

સાંતલપુરના બાબરા ગામમાં વરસાદી અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર (MLA Lavingji Thakor) કાદવમાં ફસાયા. સ્થાનિકો અને પોલીસે મદદ કરી બહાર કાઢ્યા.

Top Stories Gujarat Others Breaking News
સાંતલપુરમાં અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા MLA Lavingji Thakor કાદવમાં ખૂંપ્યા

Radhanpur News: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિની મુલાકાત લેવા પહોંચેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર (MLA Lavingji Thakor) મુશ્કેલીમાં મુકાયા હતા. બાબરા ગામના પરા વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા જતા તેઓ રસ્તામાં જ કાદવમાં ફસાઈ ગયા હતા. વરસાદને કારણે ગામના માર્ગો પર પાણી ભરાયા હતા અને જમીન ચીકણી બની ગઈ હતી. અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચવાના પ્રયાસ દરમિયાન ધારાસભ્ય ઢીંચણ સુધી કાદવમાં ખૂંપી ગયા હતા.

MLA Lavingji Thakor
MLA Lavingji Thakor

MLA Lavingji Thakor કાદવમાં ફસાતા સ્થાનિકોએ કરી મદદ

મળતી માહિતી મુજબ, લવિંગજી ઠાકોર બાબરા ગામના પરા વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત ઘરોની મુલાકાત માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાણી અને ભીની માટીના કારણે રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો હતો.અચાનક તેમનો પગ કાદવમાં ફસાઈ ગયો હતો અને તેઓ આગળ વધી શક્યા નહોતા. ત્યારબાદ આસપાસ હાજર સ્થાનિક લોકો, તાલુકા પંચાયત સદસ્ય જીવણ આહીર અને પોલીસે તાત્કાલિક મદદ માટે દોડ લગાવી હતી.

MLA Lavingji Thakor
MLA Lavingji Thakor

ભારે જહેમત બાદ કાદવમાંથી બહાર કાઢાયા

ધારાસભ્યને કાદવમાંથી બહાર કાઢવા માટે સ્થાનિક આગેવાનો અને પોલીસ કર્મચારીઓએ ભારે મહેનત કરી હતી. તેમને ખભાથી પકડીને અને સહારો આપીને કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ દરમિયાન ધારાસભ્યને મદદ કરવા ગયેલા કેટલાક અન્ય લોકો પણ કાદવમાં ફસાયા હતા, જેના કારણે થોડીવાર માટે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

MLA Lavingji Thakor
MLA Lavingji Thakor

વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી

સાંતલપુર તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાવા અને કાદવની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની છે.ધારાસભ્ય લવિંગજી ઠાકોર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.


આ પણ વાંચો:રાધનપુરમાં પાણી મુદ્દે હોબાળો થતાં BJPના ધારાસભ્યએ ગાડીમાં બેસી ચાલતી પકડી

આ પણ વાંચો:પાટણ જિલ્લામાં મેઘમહેર: સાંતલપુરમાં 12.3 ઇંચ અને રાધનપુરમાં 9.2 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

આ પણ વાંચો:રાધનપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ: ઘરો અને હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી, લોકો મુશ્કેલીમાં