Patan Rain News: પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને રાધનપુર શહેરમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર (Radhanpur Waterlogging) જેવી સ્થિતિ ઉભી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોના જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
Radhanpur Waterlogging: ઘરો-હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી
મળતી માહિતી અનુસાર, રાધનપુર વિસ્તારમાં ભારે વરસાદ (Radhanpur Waterlogging) નોંધાતા મશાલી રોડ પર આવેલા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદની અસર માત્ર રહેણાંક વિસ્તારો પૂરતી મર્યાદિત રહી નથી. રાધનપુર રેફરલ હોસ્પિટલના પટાંગણમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ હોસ્પિટલ પરિસરમાં ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે.
પાટણ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી યથાવત રહ્યો હતો. જેના કારણે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી (Radhanpur Waterlogging) પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધી છે.
જિલ્લાના રાધનપુર, હારિજ, શંખેશ્વર અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ દિયોદર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 3 ઇંચ વરસાદ (Radhanpur Waterlogging) નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી રાહત તથા નિકાલની કામગીરી હાથ ધરી રહ્યું છે.
આ પણ વાંચો:ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય, રાહત માટે આર્મીના 70 જવાનો તૈનાત
આ પણ વાંચો:અમરેલી-બગસરા નેશનલ હાઇવે બંધ: સાતલડી નદીમાં પૂરથી પુલ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ
