Not Set/ દેશને ‘કોરોના’ અને ‘લોકડાઉન’થી બચાવવાનો છેઃ વડાપ્રધાન

અનુસાશન હશે તો લોકડાઉન નહી લાગે દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણની સાથે ચાલી રહેલી લોકડાઉનની ચર્ચાઓ પર પુર્ણ વિરામ આવી ગયુ છે. રાષ્ટ્રને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે દેશમાંથી ડરનો માહોલ હટાવવાની હવે જરૂર છે. દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્ય સરકારોને પણ અપીલ કરીને લોકડાઉનથી બચવા માટે કહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

Top Stories

અનુસાશન હશે તો લોકડાઉન નહી લાગે
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણની સાથે ચાલી રહેલી લોકડાઉનની ચર્ચાઓ પર પુર્ણ વિરામ આવી ગયુ છે. રાષ્ટ્રને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે દેશમાંથી ડરનો માહોલ હટાવવાની હવે જરૂર છે. દેશને લોકડાઉનથી બચાવવાનો છે. તેમણે રાજ્ય સરકારોને પણ અપીલ કરીને લોકડાઉનથી બચવા માટે કહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હાલના સમયમાં ધૈર્ય અને અનુશાસન સાથે આગળ વધવાની જરૂર છે. તેની સાથે દેશવાસીઓ આગળ આવીને જરૂરીયાતમંદોની મદદ કરે. આવુ કરવાથી રાજ્ય સરકારોને ફાયદો થશે. જો અનુસાશન હશે તો લોકડાઉનની લગાવવાની જરૂર નહી પડે.

કોરોના વોરિયર્સને અભિનંદન
કોરોનાની ઘાતક લહેરમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પ્રત્યે પણ સંવેદના જતાવતાં વડાપ્રધાને કહ્યુ કે હું તમારા દુખમાં સામેલ થાઉં છું. આપણી સામે પડકારો ઘણા છે પણ હાલના સમયને જોતાં આપણે હિંમત રાખવી પડશે. અને સંપુર્ણ તૈયારીઓ સાથે કોરોના સામે લડવું પડશે. તેમણે સતત કોરોના સામે લડી રહેલા ફ્રંટ લાઇન વોરીયર્સને પણ અભિનંદન આપ્યા હતા.

એક લાખ ઓક્સિજન સિલિન્ડર પહોચાડવાનુ લક્ષ્ય
તેમણે કહ્યુ કે દેશમાં તાજેતરમાં સર્જાઇ રહેલી ઓક્સિજનની અછતની સામે તેનો સપ્લાય વધારવાનનો પ્રયાસ સતત ચાલું છે. એક લાખ નવા સિલિંડર પહોચાડવાનું સરકારનું લક્ષ્ય છે. સ્થિતી ગતે તેવી બની જાય તો પણ ધીરજ નહી ગુમાવવાનની સલાહ આપા તેમણે કહયુ કે આપણા દેશમાં વિશાળ ફાર્મા સેક્ટર છે. કોરોનાના જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે દવા કંપનીઓમાં પણ દવાનું ઉત્પાદન વધારી દેવાયું છે.

મોટા શહેરોમાં મોટા કોવિડ સેન્ટર બનશે
દેશમાં કોરોનાના વધતા કેસોને લઇને હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે કેટલાક મોટા શહેરોમાં વધારે માંગને જોતાં મોટા કોવિડ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. રસી અંગે પણ તેમણે જાણકારી આપતા દેશવાસીઓને કહ્યુ કે આપણા દેશમાં વૈજ્ઞાનિકોએ દિવસ રાત મહેનત કરીને દુનિયાની સસ્તી વેક્સિન બનાવી છે. જે કોરોના સામે લડવામાં કારગર સાબિત થઇ રહી છે. રસીકરણના પહેલાં જ તબક્કામાં તેની ઝડપ વધારી દેવાઇ છે. તેની સાથે વેક્સિનને લઇને એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હવેથી જે વેક્સિનનું ઉત્પાદ થશે તેમાંથી 50 વેક્સિન રાજયોને આપવામાં આવશે.

શ્રમિકોનું સ્થાળાંતર રોકવા રાજ્યોને અપીલ
તો સરકારી હોસ્પિટલોમાં મફત વેક્સિન આપવાનું પણ શરૂ રખાશે. દેશમાં સિનિયર સિટિઝનોને રસીનો લાભ મળ્યો છે. અને ફ્રંટલાઇન વોરિયર્સને પણ વેક્સિન અપાઇ છે. તેની સાથે રાજ્યો અને કેન્દ્રની મદદથી શ્રમિકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. વડાપ્રધાને રાજ્ય સરકારોને જણાવતાં કહ્યુ છે કે દેરક રાજ્યોએ શ્રમિકોનો વિશ્વાસ જાળવવો જરૂરી છે. આર્થિક ગતિવિધીને નુકશાન ન થાય અને લોકોની આજીવિકાને પણ અસર ન પહોચે તેનું ધ્યાન રાજ્યોને રાખવા કહ્યુ છે. લોકડાઉનની આશંકાથી શ્રમિકો સ્થળાંતર ન કરે તે માટે રાજ્યોએ અપીલ કરી છે.