બાળક પેદા કરવા માટે કેદીને રજા મળે એવું કદાચ ફિલ્મી લાગે પરતું આ વાસ્તવિકતા છે.પટના હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.કોર્ટે કેદીને બાળક પેદા કરવા માટે 15 દિવસની પેરોલ રજા આપવાનો ચુકાદો આપ્યો છે.
બિહારના નાલંદા જિલ્લાના રહુઇ પોલીસ વિસ્તારના ઉત્તરનાવાં ગામમાં રહેતો વિક્કી આનંદ હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે તે 2012થી બિહાર શરીફ જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની રંજિતા પટેલે કોર્ટમાં અરજી કરી હતી કે તેમનો વંશ વધારવા માટે તેના પતિને પેરોલ રજા મળે. કોર્ટે તેની અરજીને ગાહ્ય રાખીને આરોપી પતિને 15 દિવસની પેરોલ રજા આપવાનો આદેશ કર્યો છે. પટના હાઇકોર્ટે અતિ મહત્વનો ચુકાદો આપ્યો હતાે.
અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તેની પત્નીએ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે તેને પેરોલ રજા મલે જેથી તેમનો વંશ આગળ વધી શકે,અરજી સ્વીકારીને કોર્ટ્ મહત્વનો ચુકાદો આપ્યો.
