Not Set/ નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશનની ઓફિસમા લાગી ભયંકર આગ

નેઇડા મેટ્રો રેલ કોર્પોરેશનની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. આગનાં કારણો હજુ સામે આવ્યા નથી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગને અંકુશમાં લેવા માટે સ્થળે પહોંચી ગઇ છે. આગને કારણે ચારે દિશાઓમાં અફરા-તફરી મચી ગઇ હતી. એનએમઆરસીએ આગ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. ફાયરફાઇટરની ટીમ આગને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આપને […]

Top Stories India

નેઇડા મેટ્રો રેલ કોર્પોરેશનની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. આગનાં કારણો હજુ સામે આવ્યા નથી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગને અંકુશમાં લેવા માટે સ્થળે પહોંચી ગઇ છે. આગને કારણે ચારે દિશાઓમાં અફરા-તફરી મચી ગઇ હતી. એનએમઆરસીએ આગ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.

ફાયરફાઇટરની ટીમ આગને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવીએ કે થોડા દિવસ પહેલા દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન નજીક જૂના ફર્નિચર માર્કેટમાં ભારે આગ લાગી ગઇ હતી. ઘણા કલાકોની મુશ્કેલીઓ પછી, ફાયર બ્રિગેડની 17 ગાડીઓને આગ પર અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગને લીધે મજેન્ટા લાઇન લાંબા સમય સુધી બંધ રહી હતી. આવી જ એક ઘટના રવિવારે પણ બની હતી. મુંબઈમાં જાણીતા તાજ મહલ પેલેસ હોટેલની પાછળ આવેલ એક ચાર માળની રહેણાંક ઇમારતમાં રવિવારે આગ લાગી ગઇ, જેમા એક વ્યક્તિની મોત થઇ ગઇ જ્યારે એક ફાયર બ્રિગેડ કર્મચારી દાઝી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.