Ahmedabad News: અમદાવાદમાં ગઈ રાતે પડેલા અતિભારે વરસાદ બાદ મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયું છે, પરંતુ શહેરના અનેક મુખ્ય માર્ગો અને બ્રિજ પર વરસાદ દરમિયાન બંધ પડી ગયેલા વાહનો હજુ સુધી ન હટાવવામાં આવતા સોમવારની સવારથી ભારે ટ્રાફિકજામ (Ahmedabad Traffic Jam)ની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે હજારો વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડી રહ્યું છે.
Ahmedabad Traffic Jam:બંધ પડેલા વાહનોથી શહેરની ગતિ ધીમી
વરસાદ દરમિયાન અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાણીમાં બંધ પડી જતા ચાલકોએ તેને રસ્તા પર જ મૂકવા પડ્યા હતા. પાણી ઓસર્યા બાદ પણ આ વાહનોને સમયસર હટાવવામાં ન આવતા હવે ટ્રાફિક (Ahmedabad Traffic Jam) વ્યવસ્થા પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
AEC બ્રિજ, 132 ફૂટ રિંગ રોડ, માણેકબાગ સહિતના અનેક મુખ્ય માર્ગો પર સવારના પીક અવર્સ દરમિયાન કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. નોકરી, ધંધા, શાળાઓ અને અન્ય કામકાજ માટે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા, જેના કારણે શહેરની દૈનિક ગતિ પ્રભાવિત થઈ છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોનું કહેવું છે કે રસ્તા અને બ્રિજ પર પડેલા બંધ વાહનોને ક્રેનની મદદથી તાત્કાલિક હટાવવામાં આવે તો ટ્રાફિક (Ahmedabad Traffic Jam)ની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળી શકે. લોકોનું માનવું છે કે મોડું થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
જો આગામી કલાકોમાં ફરી ભારે વરસાદ વરસે અને આ વાહનો સમયસર દૂર ન કરવામાં આવે તો પાણી ભરાવા સાથે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની શકે છે. ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમર્જન્સી સેવાઓની અવરજવર પર પણ તેની અસર પડી શકે છે. હાલ ટ્રાફિક વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય, રાહત માટે આર્મીના 70 જવાનો તૈનાત
