Mahesana News: જ્યાં-જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ વશે ગુજરાત તે કહેવત ગુજરાતીઓના સંદર્ભમાં સાચી પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ બ્રુનેઈની મુલાકાતે ગયા છે અને તે બ્રુનેઈની મુલાકાતે જનારા પહેલા ભારતીય છે. તેમની આ મુલાકાતની ખાસિયત તે હતી કે આ વખતની મુલાકાતમાં પીએમની સુરક્ષા માટે મહેસાણાના ગુજરાતી ઉદ્યોગપતિ અંકિત પટેલની કાર ફાળવવામાં આવી હતી.
સિક્કિમ કરતાં નાના દેશ બ્રુનેઇના સુલતાન પાસે 300 ફેરારી અને 500 જેટલી લક્ઝુરિયસ રોલ્સરોય કારનો કાફલો છે. વડાપ્રધાન મોદીની મુલાકાત વખતે સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખી તેમના કાફલામાં સુલતાનની બે બીએમડબલ્યુ 7 સિરીઝ બુલેટપ્રૂફ કાર સાથે સ્થાનિક બિઝનેસમેન અંકિત પટેલની મિસાઈલપ્રૂફ કારનો પણ સમાવેશ કરાયો છે.
સુરક્ષાના કારણસર બે દિવસ પહેલાં બ્રુનેઈ સરકાર તેમની આ કાર લઈ ગઈ હતી. બાદમાં વડાપ્રધાન મોદીની એક દિવસની મુલાકાતમાં બે બુલેટપ્રૂફ કાર સાથે આ ગુજરાતી બિઝનેસમેનની કાર સહિત ત્રણ કાર સામેલ કરાઈ હતી. મૂળ મહેસાણાના વતની અને હાલ બ્રુનેઈમાં રહેતા અંકિતભાઈ પટેલ છેલ્લાં દસ વર્ષથી ઓક્સિજન પ્લાન્ટ અને ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ કરે છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા તેઓ કહે છે કે, ‘વડાપ્રધાન મોદી બ્રુનેઇની મુલાકાત વખતે સરકારી અધિકારીનો મારી કાર માટે ફોન આવ્યો ત્યારે હું આશ્ચર્યમાં મુકાયો હતો. ત્યાર પછી મારી રૂબરૂ મુલાકાત લઈને આ કાર માંગવામાં આવી.
મોદીની મુલાકાત ટાણે કેટલીક સુરક્ષિત કારની જરૂર હતી. બ્રુનેઈના સુલતાન પાસે ઘણી મોંઘીદાટ બુલેટપ્રૂફ કારનો કાફલો છે, પરંતુ વડાપ્રધાનની સુરક્ષાનાં કારણોસર એક વર્ઝન ઊંચું એટલે કે મિસાઈલપ્રૂફ કાર લેવાનો નિર્ણય કર્યો. ત્યાંની સરકારે બ્રુનેઈમાં રહેતા અંકિત પટેલનો સંપર્ક કર્યો અને તેમણે તરત જ સરકારને કાર આપી દીધી હતી.
આ પણ વાંચો: PM મોદી આજે સિંગાપોરની મુલાકાત લેશે, સંરક્ષણ અને ઉર્જા મામલે મહત્વની ચર્ચા
આ પણ વાંચો: PM મોદી આવતીકાલે બ્રુનેઈ-સિંગાપોરની મુલાકાત લેશે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સુધારવા પ્રયાસ
આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે
