World News/ વ્હાઇટ હાઉસમાંથી ટ્રમ્પનું મોટું નિવેદન, ભારત સાથે ડીલની આશા વ્યક્ત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નજીકના મિત્ર ગણાવતા જણાવ્યું કે અમેરિકા (US) અને ભારત વચ્ચે ટૂંક સમયમાં મહત્વપૂર્ણ વેપાર કરાર થવાની સંભાવના છે.

Top Stories World
us

India US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના સારા સંબંધોનો ઉલ્લેખ કરતાં ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર (ટ્રેડ ડીલ) થવાની આશા વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત છે અને વેપાર મુદ્દે પણ સકારાત્મક પ્રગતિ થઈ રહી છે.

મોદી મારા સારા મિત્ર, ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ” – ટ્રમ્પ

ટ્રમ્પે જણાવ્યું કે અગાઉ ભારત અમેરિકા પર ઊંચા ટેરિફ લગાવતું હતું, જેના કારણે અમેરિકાને નુકસાન થતું હતું. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત સાથેના વેપારમાં વધુ ફાયદાકારક સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, “મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ પસંદ છે. તેઓ મારા સારા મિત્ર છે અને અમારી વચ્ચે ઉત્તમ સંબંધો છે. તેથી જ હું માનું છું કે બંને દેશો ટૂંક સમયમાં કોઈ સમજૂતી પર પહોંચી જશે.”

ટેરિફ મુદ્દે મતભેદ છતાં સંવાદના દરવાજા ખુલ્લા

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ અનેક દેશોમાંથી આયાત થતા માલ પર વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પગલાનું કારણ બળજબરીપૂર્વકની મજૂરી સાથે જોડાયેલા મુદ્દાઓને ગણાવવામાં આવ્યું છે. ભારત સહિત કુલ 60 દેશો આ નિર્ણયની અસર હેઠળ આવી શકે છે.

વધારાના શુલ્કથી અનેક દેશોની નિકાસ પર અસરની શક્યતા

અમેરિકન ટ્રેડ પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ભારત, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત 54 અર્થતંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોના કેટલાક ઉત્પાદનો પર 10 ટકા અથવા 12.5 ટકા સુધીનો વધારાનો શુલ્ક લાગુ થઈ શકે છે.

વેપારિક પડકારો વચ્ચે પણ દ્વિપક્ષીય સંબંધો મજબૂત

વેપારિક પડકારો વચ્ચે પણ ટ્રમ્પ દ્વારા વ્યક્ત કરાયેલ વિશ્વાસ દર્શાવે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વેપાર ચર્ચાઓ આગામી સમયમાં વધુ ગતિ પકડી શકે છે.


આ પણ વાંચો : ટ્રમ્પની ચેતવણી બાદ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ, આ રહી 4 કડક શરતો

આ પણ વાંચો :અબુધાબીમાં શ્રીરામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

આ પણ વાંચો : BAPS હિન્દુ મંદિર-અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ