Amreli News/ હોટેલની આગમાં લાઠીના એક જ પરિવારના 3 સભ્ચોના મોત, જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

અજમેરની હોટેલમાં આગ લાગી હતી. જેમાં એક પરિવારના 3 સભ્યોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેના જનાજામાં શહેરમાં મોટી સંખ્યાં લોકો જોડાયા હતા.

Others Gujarat

Amreli News રાજસ્થાનમાં અજમેરની એક હોટેલમાં આગ (fire) લાગવાનો મામલો સામે આવ્યો છે. તો આ દુર્ઘટના (Incident) માં અમરેલીના લાઠીનો એક પરિવાર (family) ઝપેટમાં આવી ગયો હતો. આગ (fire) ની ઘટનામાં લાઠીના એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ મૃતદેહોને આજે વતન લાઠી ખાતે લાવવામાં આવ્યા છે.

લાઠીના પરિવારના 3 સભ્યોનું અજમેરમાં લાગેલી હોટેલની આગમાં મોત થઈ જવાથી મૃતક અલ્ફેઝ નુરાની,પત્ની શબનમ અને તેમના પુત્ર અરમાનના મૃતદેહને વતન લાઠી ખાતે લાવવામાં આવ્યો હતો. એક જ પરિવારના 3 જનાજા નીકળતા શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોમાં ગમગીનીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે લાઠી શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો આ જનાજામાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલીના મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન, પોલીસે તપાસ હાથ ધરી

આ પણ વાંચો:અમરેલીમાં વલભીપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 3નાં કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો:અમરેલીમાં 16 વર્ષીય કિશોરને માર મરાયો, વીડિયો વાયરલ થતાં કડક કાર્યવાહી કરવા માગ