Amreli News/ અમરેલીના મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન, પોલીસે તપાસ હાથ ધરી

અમરેલીના મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જેથી પોલીસે આ મૌલાના સામે કાર્યવાહી કરી છે.

Top Stories Gujarat Others

Amreli news પહલગામ હુમલા (pahalgam attack) પછી ભારત અને પાકીસ્તાન વચ્ચે ઘણો તણાવ ચાલી રહ્યો છે. તો એવામાં પાકિસ્તાની નાગરિકો (Citizen) ને ભારતમાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરાઈ રહ્યા છે. આતંકી ગતિવિધિઓ (Terrorist activity) માં શામેલ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીના એક મદરેસામાં એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળ્યું છે. જે મામલે ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.

અમરેલીમાં આવેલી મદરેસાના મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિઓની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધારીના હિમખીમડાપરામાં આવેલ મદરેસામાં મૌલાનાના પાકિસ્તાન કનેક્શન અંગે પોલીસે કાર્યવાહી આદરી છે. તો પોલીસ તપાસમાં મૌલાના મોહમદફઝલ શેખના મૂળ રહેઠાણના પુરાવાઓ મળ્યા નથી. પોલીસે તપાસમાં જાણ્યું કે, આરોપી મૌલાનાના મોબાઈલમાંથી 2 સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા છે.

આરોપી મૌલાનાના મોબાઈલમાંથી “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન” ના 2 ગ્રુપ મળી આવ્યા હતા. હાલ SOGની ટીમે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાનાની પોલીસે પૂછપરછ દરમિયાન તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. હાલ પાકિસ્તાનમાંતે કોના કોના સંપર્કમાં હતો. તે અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે સમગ્ર મામલે SP સંજય ખરાતના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીમાં વલભીપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 3નાં કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: જમીનના ખાતા અલગ કરી આપવા 10 હજારની લાંચ લેતા અમરેલીનો રેવન્યુ મંત્રી ઝડપાયો

આ પણ વાંચો: