Ahmedabad News/ સસ્તી સોપારીના નામે થયેલા લાખો રૂપિયાના કૌભાંડનો CID ક્રાઈમે કર્યો પર્દાફાશ

સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : સીઆઇડી ક્રાઇમે સસ્તી સોપારીના નામે થયેલા લાખ્ખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ઈન્દોરના વેપારી સાથે લાખોની છેતરપિંડીનું ષડયંત્ર ખુલ્યું છે. જેમાં આરોપીઓએ વેપારીને સસ્તી સોપારીની લાલચ આપીને 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તપાસમાં આ કૌભાંડ ઓફિસ ભાડે રાખીને ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

જેમાં આકાંક્ષા લોજિસ્ટિક અને શિપિંગ કંપનીના નામે કૌભાડ આચરવામાં આવ્યું હતું. આ ઠગબાજ ટોળકીએ 55 ટન સોપારી વેચાણના નામે છેતરપિંડી કરી હતી. જેમાં આરોપીઓએ એડવાન્સ પેમેન્ટના નામે વેપારી પાસેથી 50 લાખ સેરવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય આરોપીઓ WhatsApp પર “ડિલિવરી નજીક છે” કહી વેપારીને ભરોસો આપતા રહેતા હતા.

ઠગાઈના આ કેસમાં આરોપી બુરહાનુદ્દીન નઈદુનીયાવાલા ,મનોજ કનારા ,મહેન્દ્ર શ્યામલિયા,અમિત શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની જેલમાં બંધ નારાયણ સાંઈની અરજી હાઈકોર્ટે ફગાવી, કોમ્પ્યુટર જેવી સુવિધા મામલે કરી હતી માંગ

આ પણ વાંચો:આસારામની હાલત નાજુક છે, કેવી રીતે માનીએ? ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને ન આપ્યા જામીન

આ પણ વાંચો:સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાઈએ પુસ્તકો લખવા માટે કોમ્પ્યુટર-મોબાઈલ માંગ્યા