Not Set/ સાવલીની લાંછનપુર નદીમાં નાહવા પર પ્રતિબંધ છતાં યુવાનોના મોત નોતરતા સ્નાન

સાવલી તાલુકાના લાંછનપુર ગામે મહીસાગર નદીમાં નાહવા જતા યુવકો ને રોકવા માટે સાવલી પોલીસ દ્વારા સાવચેતીનું બોર્ડ તેમજ લાંછનપુર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકી

Gujarat

સંદિપ જેસડીયા – સાવલી@ મંતવ્ય ન્યૂઝ

સાવલી તાલુકાના લાંછનપુર ગામે મહીસાગર નદીમાં નાહવા જતા યુવકો ને રોકવા માટે સાવલી પોલીસ દ્વારા સાવચેતીનું બોર્ડ તેમજ લાંછનપુર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકી જાહેર બોર્ડ માર્યું છે.  છતાંય યુવક-યુવતીઓ ખાનગી રસ્તાઓ પરથી જઈને નદી પટમાં નાહવાનીની મજા માણવા નદીમાં પડે છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે.

સાવલી તાલુકાના લાછનપુરા ગામનો મહી નદીનો પટ તે યુવકોનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે વારે તહેવારે અને રજાઓના દિવસે આ નદીમાં હજારો યુવક-યુવતીઓ નાહવા માટે તેમજ પિકનિક મનાવવા માટે આવે છે, અને નદીના સ્વચ્છ અને ખળખળ વહેતા પાણીમાં નદીની ઊંડાઇનો અનુમાન લગાવીને ભાન ભૂલતા આજ દિન સુધી દોઢસો જેટલા યુવક-યુવતીઓ એ અહીંયા ડૂબીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાય પરિવારો ના એકના એક કુળ દિપક બુંઝાઈ ગયા છે. તંત્ર દ્વારા સરદાર બાબતની ગંભીરતાને ધ્યાને લઇને હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે જિલ્લા કલેકટર પણ આ નદીના પટમાં નવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ બહાર પાડે છે.

જ્યારે સાવલી પોલીસ પણ યુવકોની સલામતી અર્થે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ને કોઈને નદીના પટમાં જવા દેતા નથી, હાલમાં પણ સાવલી પી.એસ.આઇ અલ્પેશ મહીડા દ્વારા હાલના કોરોના કાળની ગંભીરતા અને જાહેરનામાના પગલે તેમજ લાછનપુર ગામ પંચાયતના ઠરાવના પગલે જેનો ભંગ ના થાય, તે માટે ચુસ્ત બંદોબસ્ત છેલ્લા એક મહિનાથી ગોઠવીને પોલીસ જવાનોને આટલી ગરમીમાં પણ નાકાબંધી કરી રાખી છે, અને કોઈના ઘરનો દિપક ન બુજાય તે માટે પોલીસ કર્મચારીઓ ધોમ ધખતા તાપમાં પણ નાકાબંધી કરીને નદી કાંઠે જવા દેવામાં આવતા નથી. પરંતુ યુવાનીના નશામાં યુવકો પોલીસ જવાનોને હાથતાળી આપીને ખાનગી અને ખેતર ના રસ્તાઓ દ્વારા તેમજ કેનલ ના રસ્તાઓ દ્વારા ચોરીછૂપીથી નદી કાંઠે પહોંચી જાય છે અને આ દુર્ઘટના ઘટે છે.

મહી નદીમાં સેંકડો યુવકો ડૂબી જવાના કારણે ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સરકારમાં રજૂઆત કરીને કુખ્યાત નદીનો હાથિયો ધરો જે યુવકો માટે કાળ સમાન છે. તેને પુરી દેવા માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરાવી દીધી છે. અને સંબંધિત અધિકારીઓએ ધારાસભ્ય ને સાથે રાખી ને દુર્ઘટનાગ્રસ્ત સ્થળની રૂબરૂ મુલાકાત પણ લીધી છે, અને ટૂંક સમયમાં કામ પણ ચાલુ થનાર હતું પરંતુ કોરોના કાળ ના કારણે કામ શરૂ થઈ શક્યું નથી આમ ગ્રામ પંચાયતથી લઇને પોલીસ વિભાગ ધારાસભ્ય જિલ્લા કલેકટર જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈને વધુ યુવકો અકાળે મૃત્યુ ન પામે તે માટે કટિબદ્ધ છે. પરંતુ શહેરમાંથી આવતા યુવક-યુવતીઓ વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગને હાથતાળી આપીને નદી કાંઠે પહોંચી જાય છે, અને જીવ ગુમાવવાનો વારો આવે છે જે ભારે દુઃખદ બાબત છે.

આ બાબતે સાવલીના યુવા ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે તાલુકા બહારથી આવતા તમામ યુવક યુવતીઓને બે હાથ જોડીને અપીલ કરી છે કે નદીના પટના ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ યુવકો નદીમાં ન્હાવા પડે છે અને ડૂબવાના બનાવો બને છે મેં પોતે રાજ્ય સરકારને આ સ્થિતિ થી વાકેફ કરીને નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી જે બાબતને મુખ્યમંત્રીએ પણ ભારે સંવેદનશીલતાથી લઈને અધિકારીઓને રૂબરૂ અહીંયા મોકલી ને ઘટતું કરવાની સુચના તેમજ ગ્રાન્ટની ફાળવણી કરવાની પણ તજવીજ હાથ ધરી હતી. પરંતુ કોરોના ના કારણે કામ અટકી ગયું છે સાથે સાથે તમામ ને મારી નમ્ર અરજ કે આં નદી માં ન્હાવા ના આવશો અને જે યુવકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.