Not Set/ DEOએ ઓફિસમાં ગોંધી રાખીને અભદ્ર માંગ કરી હોવાની શિક્ષિકાનો ગંભીર આરોપ

વલસાડ, વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સામે તેના જ જિલ્લામાં આવેલી એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ ગંભીર આરોપ લગાવ્યો છે. શિક્ષિકાએ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ પર ઓફિસમાં ગોંધી રાખવાનો તેમજ અભદ્ર માંગણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. શિક્ષિકાનું કહેવું છે કે, શિક્ષણ અધિકારીએ પોતાની ઓફિસમાં તેને કલાકો સુધી ગોંધી રાખી હતી અને અવારનવાર […]

Top Stories Gujarat Others Videos

વલસાડ,

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સામે તેના જ જિલ્લામાં આવેલી એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ ગંભીર આરોપ લગાવ્યો છે. શિક્ષિકાએ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ પર ઓફિસમાં ગોંધી રાખવાનો તેમજ અભદ્ર માંગણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

શિક્ષિકાનું કહેવું છે કે, શિક્ષણ અધિકારીએ પોતાની ઓફિસમાં તેને કલાકો સુધી ગોંધી રાખી હતી અને અવારનવાર અભદ્ર માગણીઓ પણ કરી હતી. શિક્ષણ અધિકારી પોતે ઘરે એકલા હોય ત્યારે શિક્ષિકાને ઘરે બોલાવતા હોવાનું પણ શિક્ષિકાએ જણાવ્યું છે. એક વર્ષ પહેલાંનો આ બનાવ છે. પરંતુ એ સમયે તે ગભરાયેલી હોવાથી અને નામ ખરાબ ન થાય તે માટે બધું મુંગે મોઢે સહન કર્યું હતું.

શિક્ષિકાએ આ મામલે શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરી હોવાનું તેણે જણાવ્યું છે. સાથે જ ડીએસપીને પણ અરજી કરી છે. ડીએસપીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. શિક્ષિકા હાલ વલસાડની જાણીતી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.