Not Set/ જેટલીની રાહત બાદ પણ પેટ્રોલ-ડીઝલમાં ભડકો યથાવત, દિલ્હીમાં એક લીટર પેટ્રોલ પહોચ્યું ૮૨ રૂ.ને પાર

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની રહ્યો હોય એવા એંધાણ જોવા મળી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે. […]

Trending Business

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની રહ્યો હોય એવા એંધાણ જોવા મળી રહ્યા છે.

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારા બાદ શુક્રવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૧૨ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૪૮ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ડીઝલના ભાવમાં પણ ૨૮ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૪.૯૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૧૨ પૈસાના વધારા સાથે ૮૭.૯૪ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૨૯ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૮.૫૧ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

 ગુજરાતના ચાર શહેરના પેટ્રોલના ભાવ : 

અમદાવાદ :

પેટ્રોલ : ૭૯.૪૮ રૂપિયા

ડીઝલ : ૭૮.૩૨ રૂપિયા

વડોદરા :

પેટ્રોલ : ૭૯.૧૭ રૂપિયા

ડીઝલ : ૭૮.૦૧ રૂપિયા

સુરત :

પેટ્રોલ : ૭૯.૪૩ રૂપિયા

ડીઝલ : ૭૮.૨૯ રૂપિયા

રાજકોટ :

પેટ્રોલ : ૭૯.૨૬ રૂપિયા

ડીઝલ : ૭૮.૧૧ રૂપિયા