Not Set/ Loksabha Election: આવા કડક નિયમો લાગુ કર્યા છે ચૂંટણી પંચે,ઉમેદવારે સંભાળીને રહેવું પડશે

દિલ્હી, ચીફ ઇલેક્શન કમિશનરે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક એવા આકરા નિયમો પણ બતાવ્યા હતા જેમાના અમુક નિયમોનો પહેલીવાર અમલ થશે. જેમ કે  ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ વધે છે.એવું ધ્યાનમાં આવ્યું છે કે ઉમેદવારો અને પક્ષો સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ મોટા પાયે કરે છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા ફેક ન્યૂઝ […]

Top Stories India Trending

દિલ્હી,

ચીફ ઇલેક્શન કમિશનરે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક એવા આકરા નિયમો પણ બતાવ્યા હતા જેમાના અમુક નિયમોનો પહેલીવાર અમલ થશે.

જેમ કે  ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ વધે છે.એવું ધ્યાનમાં આવ્યું છે કે ઉમેદવારો અને પક્ષો સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ મોટા પાયે કરે છે.

ચૂંટણી પંચે સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના પ્રસાર અને પ્રચાર રોકવા માટે આકરી જોગવાઇઓ લાગુ કરી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં ઊભા રહેલા તમામ ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે. લોકસભા ચૂંટણીમાં આ પ્રકારની જોગવાઇ પ્રથમ વખત લાગુ કરવામાં આવી રહી છે. અગાઉ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.

ચીફ ઇલેક્શન કમિશનરના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેલાં ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ રેકોર્ડ વિશે ઓછામાં ઓછી ત્રણ વખત મુખ્ય અખબાર અને ટીવી પર જાહેરાત કરવી અનિવાર્ય છે.11 એપ્રિલથી શરૂ થઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં આ નિયમનો પહેલી વખત પ્રયોગ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ પ્રચાર દરમિયાન વ્યાપક ફેલાવો ધરાવતા અખબારો અને લોકપ્રિય ટીવી ચેનલોમાં ઓછામાં ઓછી ત્રણ વખત જુદી જુદી તારીખોએ પોતાના ક્રિમિનલ રેકોર્ડને સાર્વજનિક કરવાનો રહેશે. જે ઉમેદવારોનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ ન હોય તેમણે એ વાતનો ઉલ્લેખ કરવાનો રહેશે.

એ સિવાય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની માહિતી  પોતાની વેબસાઇટ પર  આપવાની રહેશે.ચૂંટણી પ્રક્રિયામા કોઈ ગરબડ થાય તો મતદાતા મોબાઈલ એપ પર ફરીયાદ કરી શકશે.આ વખતે પહેલી વખત રાષ્ટ્રીય સ્તરે cvigil નામની મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ દ્વારા કોઇ પણ નાગરિક આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ કરી શકશે. આ ફરિયાદ ઉપર લાગતાવળગતા અધિકારીએ 100 મિનિટની અંદર કાર્યવાહી કરવી અનિવાર્ય છે.

ચૂંટણી પહેલા ફેક ન્યૂઝ પર નજર રાખવા અને અભદ્ર ભાષાનો પ્રયોગ રોકવા માટે સોશિયલ મીડિયા સાઇટો તથ્યોની સત્યતા ચકાસવા માટે ખાસ ટીમની નિમણૂક કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ માટે એવું તંત્ર બનાવવામાં આવ્યું છે જે પહેલેથી પ્રમાણિત કરવામાં આવેલી રાજકીય જાહેરખબરો જ સ્વીકારી શકશે. આ કામગીરીમાં થયેલા ખર્ચની વિગતો પણ ચૂંટણી પંચને આપવાની રહેશે.

ચૂંટણી પંચે કહ્યું છે કે EVM અને પોસ્ટલ બેલેટ પેપરો પર ચૂંટણીમાં ઊભા રહેલાં તમામ ઉમેદવારોની તસવીરો રહેશે જેથી કરીને મતદાર પોતાના વિસ્તારમાં કિસ્મત અજમાવી રહેલા ઉમેદવારને ઓળખી શકે. આ માટે ઉમદવારોએ ચૂંટણી પંચને પોતાની તાજેતરની તસવીરો આપવાની રહેશે.