Business News : દિવાળીના તહેવાર વચ્ચે ધનતેરસના પવિત્ર દિવસે ગુજરાતના સોના-ચાંદીના બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. વેપારી વર્તુળોના અંદાજ મુજબ, ધનતેરસના દિવસે ગુજરાતમાં આશરે 150 કિલો સોનાનું વેચાણ (Gold Sale)થયું હતું સોનાના ભાવમાં તાજેતરમાં આવેલા ઘટાડાનો ફાયદો ઉઠાવીને લોકોએ મોટી સંખ્યામાં સોનાની ખરીદી (Gold Buying)કરી હતી. , જેની કિંમત અંદાજે ₹210 કરોડ થાય છે. ખાસ વાત એ છે કે આ ખરીદીમાં એકલા અમદાવાદનો હિસ્સો 60થી 80 કિલો જેટલો રહ્યો હતો. એટલે કે રાજ્યમાં થયેલી કુલ ખરીદીમાં અમદાવાદનો મોટો ફાળો રહ્યો છે.
Gold Buying: અમદાવાદમાં સોનાની સૌથી વધુ ખરીદી
ધનતેરસના દિવસે અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને વડોદરાના જ્વેલરી બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જથ્થાબંધ વેપારીઓના અંદાજ પ્રમાણે ગુજરાતમાં 150 કિલો જેટલા સોનાનું વેચાણ થયું હતું. તેમાંથી અમદાવાદમાં જ 60થી 80 કિલો સોનાની ખરીદી (Gold Buying)થઈ હતી.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના બેન્ચમાર્ક ભાવ પ્રમાણે GST અને ઘડામણ ચાર્જ ઉમેર્યા વગર રાજ્યમાં વેચાયેલા સોનાની કિંમત આશરે ₹210 કરોડ થાય છે. જ્યારે અમદાવાદમાં થયેલી ખરીદીનું મૂલ્ય અંદાજે ₹85 કરોડથી ₹113 કરોડ વચ્ચે રહેવાનો અંદાજ છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષની ધનતેરસની સરખામણીએ આ વર્ષે વેચાણના જથ્થામાં આશરે 20 ટકાનો વધારો થવાની અપેક્ષા હતી.
ભાવ ઘટતાં ખરીદદારોનો ઉત્સાહ વધ્યો
સોનાના ભાવમાં (Gold Price)અગાઉના ઊંચા સ્તરથી નોંધપાત્ર ઘટાડો થતાં ગ્રાહકો ફરીથી ખરીદી તરફ વળ્યા છે. IBJAના શુક્રવારના દર પ્રમાણે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,41,023 નોંધાયો હતો. ગુરુવારની સરખામણીએ તેમાં ₹2,927નો ઘટાડો થયો હતો. જ્યારે દાગીના બનાવવામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 22 કેરેટ સોનાનો બેન્ચમાર્ક ભાવ ₹1,29,177 હતો.
અમદાવાદના રિટેલ બજારમાં 24 કેરેટ સોનું આશરે ₹1,45,638 અને 22 કેરેટ સોનું આશરે ₹1,33,404 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું. તહેવાર પહેલાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના જ્વેલર્સે એડવાન્સ બુકિંગની સુવિધા પણ શરૂ કરી હતી. ભાવમાં ઘટાડાને કારણે ગ્રાહકોને ખરીદી માટે સારી તક મળી હતી.
જાન્યુઆરીના રેકોર્ડ ભાવથી ₹39 હજારનો ઘટાડો
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવ (Gold Price)ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા. 29 જાન્યુઆરી, 2026ના રોજ MCX પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,80,779 નોંધાયો હતો. તેની સરખામણીએ ધનતેરસના દિવસે IBJAનો ભાવ આશરે ₹39,750 ઓછો હતો. એટલે કે સોનાના ભાવમાં અંદાજે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જોકે, ગયા વર્ષની ધનતેરસની સરખામણીએ સોનું હજુ પણ મોંઘું છે. 18 ઓક્ટોબર, 2025ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,874 હતો. જ્યારે આ વર્ષે તે ₹1,41,023 રહ્યો હતો. એટલે કે એક વર્ષમાં સોનાના ભાવમાં આશરે 7.8 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ખરીદી કરનારા ગ્રાહકોને હાલના ભાવ પ્રમાણે લગભગ 8 ટકા જેટલો ભાવવધારો જોવા મળ્યો છે.
ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો
સોનાની સાથે ચાંદીના બજારમાં પણ ભાવ (Silver Price)માં ઘટાડો જોવા મળ્યો હતો. IBJAના જણાવ્યા પ્રમાણે શુક્રવારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹1,81,863 રહ્યો હતો. ગુરુવારની સરખામણીએ તેમાં ₹6,019નો ઘટાડો નોંધાયો હતો.
2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો આશરે ₹49,000નો ઘટાડો થયો છે. જોકે, ગયા વર્ષની ધનતેરસના આશરે ₹1,57,300ના ભાવની સરખામણીએ ચાંદી હજુ પણ મોંઘી છે.
Dhanteras Shopping: દેશમાં ₹1 લાખ કરોડના વેપારનો અંદાજ
ધનતેરસના અવસરે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં સોના-ચાંદીની ખરીદીમાં (Dhanteras Shopping)મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ પ્રમાણે દેશમાં ધનતેરસ દરમિયાન સોના અને ચાંદીનો કુલ વેપાર આશરે ₹1 લાખ કરોડ સુધી પહોંચવાની અપેક્ષા હતી.
ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)એ પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણમાં આશરે 10 ટકાની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જોકે, ગ્રાહકોએ સોનાના દાગીનાની ખરીદી વખતે 3 ટકા GST ઉપરાંત ઘડામણ ચાર્જ પણ ચૂકવવો પડે છે. આથી દાગીનાની અંતિમ કિંમતમાં ધાતુના મૂળ ભાવ કરતાં 8થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
આમ, સોનાના ભાવમાં ઘટાડો અને ધનતેરસની પરંપરાગત ખરીદીના કારણે ગુજરાતના બજારોમાં આ વર્ષે સોનાની ચમક જોવા મળી હતી.
