Business News/ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો; વૈશ્વિક બજારમાં સોનું 4400 ડોલરની નીચે ગગડ્યું

વૈશ્વિક સોનાના ભાવ(Gold Price) બે મહિનાની ટોચ પરથી ગગડીને 4400 ડોલરની નીચે આવ્યા છે. અમદાવાદ અને મુંબઈ બજારમાં પણ સોના-ચાંદી અને પ્લેટીનમના ભાવ ઘટ્યા છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories Trending Business
Gold Price

Gold Silver Crude Oil Price Drop Market News:  વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં(Gold Price) આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેજીમાં રહેલું સોનું બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ હવે નફારૂપી વેચવાલીના કારણે નીચે આવ્યું છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,400 ડોલરની સપાટીથી નીચે સરકી ગયો છે. આ ઘટાડાની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. નવી ખરીદી ધીમી રહેતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નબળા પડતા સ્થાનિક બજાર પર પણ તેની અસર જોવા મળી.

અમદાવાદમાં સોનું-ચાંદી સસ્તું(Gold Price)

અમદાવાદમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.500નો ઘટાડો નોંધાયો હતો. 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ(Gold Price) ઘટીને આશરે રૂ.1,58,000 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.2,36,000ની આસપાસ રહ્યો હતો. મુંબઈના બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. GST વગર 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ આશરે રૂ.1,53,071 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. મુંબઈમાં ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.

ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો

સોનાની(Gold Price) સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નબળાઈ જોવા મળી હતી. અમેરિકામાં ક્રૂડ ઓઇલના સ્ટોકમાં મોટો વધારો નોંધાયો હોવાના અહેવાલો વચ્ચે ક્રૂડના ભાવ લગભગ બે ટકા સુધી ઘટ્યા હતા. અમેરિકામાં કેનેડા, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા જેવા દેશોમાંથી ક્રૂડની આયાત વધવાના અહેવાલો પણ સામે આવ્યા છે. વધતા સ્ટોકને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતો પર દબાણ જોવા મળ્યું.

અન્ય કિંમતી ધાતુઓ પણ ઘટી

સોનાની(Gold Price) સાથે વૈશ્વિક બજારમાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. પ્લેટિનમના ભાવમાં ઘટાડાની અસર મુંબઈના બજારમાં પણ જોવા મળી. બજારના જાણકારોના મતે, સોનાના ભાવમાં તાજેતરની તેજી બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરવામાં આવતા ભાવ પર દબાણ આવ્યું છે. આ ઉપરાંત અમેરિકાની આર્થિક સ્થિતિ અને વ્યાજદર અંગેના સંકેતો પણ સોનાના ભાવની દિશા માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે.

આ રીતે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ બે મહિનાની ટોચ પરથી નીચે આવ્યા છે, જ્યારે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારની ચાલ અને અમેરિકાના આર્થિક આંકડાઓ સોનાના ભાવ માટે મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો:દેશમાં વધી રહ્યા છે કરોડપતિ: 5.35 લાખ લોકોની વાર્ષિક આવક 1 કરોડથી વધુ, 100 કરોડ કમાવનાર 39% વધ્યા

આ પણ વાંચો:13 ઓગસ્ટ 2026 Stock Market Updates: સતત ત્રીજા દિવસે લાલ નિશાન પર ખુલ્યો શેરબજાર

આ પણ વાંચો: AGM પહેલાં જ N. ચંદ્રશેખરનનું ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું, ફેબ્રુઆરી 2027 સુધી રહેશે