National News/ ઉત્તરાખંડમાં વિષ્ણુગાડ-પીપલકોટી ટનલમાં કાટમાળ અને પાણી ધસી આવતા 7 મજૂરોના મોત

Uttarakhand ના ચમોલીમાં THDC ના વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પ્રોજેક્ટની ટનલમાં કાટમાળ અને પાણી ધસી આવતા 7 મજૂરોના મોત થયા છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Uttarakhand

Chamoli Tunnel Accident THDC Vishnuprayag Project News:  ઉત્તરાખંડના(Uttarakhand) ચમોલી જિલ્લામાં પીપલકોટી પાસે THDCના વિષ્ણુગાડ-પીપલકોટી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ટનલની અંદર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કાટમાળ અને પાણીનો મોટો પ્રવાહ અંદર ઘૂસી આવ્યો હતો. જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો ટનલમાં ફસાઈ ગયા હતા. અકસ્મત સમયે ટનલની અંદર કુલ 22 મજૂરો હાજર હોવાનું જણાવાયું છે. રાહત અને બચાવ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.

20 લોકોને બહાર કાઢવામાં આવ્યા

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 20 લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 7 મજૂરોના મોત થયા છે, જ્યારે 14 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતકોમાં ઉત્તરાખંડ ઉપરાંત બિહાર અને ઝારખંડના લોકોનો સમાવેશ થાય છે.

અચાનક ટનલમાં ઘૂસી આવ્યું પાણી અને કાટમાળ

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ઉત્તરખંડ (Uttarakhand)માં  સાંજે લગભગ 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી અંદાજે દોઢથી પોણા બે કિલોમીટર અંદર આવેલા એક ભાગમાંથી અચાનક કાદવ, કાટમાળ અને પાણીનો પ્રવાહ અંદર આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે, જ્યારે ટનલમાંથી પાણી બહાર કાઢવા માટે મોટા પંપ પણ લગાવવામાં આવ્યા છે. જોકે ટનલમાં પાણી અને કાદવનું પ્રમાણ વધતા બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ છે.

Uttarakhand ના મુખ્યમંત્રીએ લીધી સ્થિતિની સમીક્ષા

અકસ્મતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના(Uttarakhand) મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની છે. બચાવ કામગીરી માટે જરૂરી તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ચમોલીમાં ભારે વરસાદથી મુશ્કેલી

ચમોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નાળા અને નદીઓમાં પાણીનું સ્તર અચાનક વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો અને પુલોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે બચાવ કામગીરીમાં પણ પડકારો વધી રહ્યા છે. હાલમાં રેસ્ક્યૂ ટીમો ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહી છે, અને સમગ્ર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર ? PLAની પેટ્રોલિંગને લઈને PPAના દાવાથી સરહદે ફરી તણાવ

 

આ પણ વાંચો: મુંબઈથી હિમાચલ સુધી મેઘરાજાનું તાંડવ; IMD દ્વારા 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી

 

આ પણ વાંચો:લદ્દાખમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી: લેહમાં 5.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ