Pakistani PM Shehbaz Sharif Indus Waters Treaty Warning News: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે(Shehbaz Sharif) સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ભારત સામે ફરી આક્રમક નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા ‘યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમમાં તેમણે સિંધુ જળ સંધિ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કર્યું. શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીપું તેની રેડ લાઇન છે. તેમણે ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો પાકિસ્તાનની સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારવામાં આવશે તો તેનો જવાબ આપવામાં આવશે.

ભારત-પાકિસ્તાન તણાવનો ઉલ્લેખ
પાકિસ્તાની વડાપ્રધાને(Shehbaz Sharif) મે 2025માં બંને દેશો વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન શાંતિ અને સન્માનમાં વિશ્વાસ રાખે છે, પરંતુ તેને તેની નબળાઈ ન સમજવી જોઈએ. તેમણે વધુમાં દાવો કર્યો કે જો ભવિષ્યમાં પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જવાબ અગાઉ કરતાં પણ વધુ તાકાતથી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025માં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ અંગે કડક પગલું લીધું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો હતો. મે 2025માં થયેલા સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.
🕹️ PM Pakistan Shehbaz Sharif tentang India:
– Pengalihan aliran air Sungai Indus sebagai ancaman eksistensial bagi ketahanan pangan dan sektor agraris
– Oleh karena itu, setiap tetes air tersebut sebagai garis merah nasional yang jika dilanggar memicu respons militer langsung pic.twitter.com/Pn1Cj5FOjM
— Global News (@NurSyahbana9) August 14, 2026
ટ્રમ્પનો પણ કર્યો ઉલ્લેખ
શાહબાઝ શરીફે(Shehbaz Sharif) પોતાના ભાષણમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યો. તેમણે દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ટ્રમ્પની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. જોકે, ભારત તરફથી અગાઉ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટે ત્રીજા દેશની મધ્યસ્થતાના દાવાને નકારવામાં આવ્યો છે.
ચીન અને સાઉદી અરેબિયાનો ઉલ્લેખ
શાહબાઝ શરીફે(Shehbaz Sharif) ચીનને પાકિસ્તાનનો મજબૂત અને મુશ્કેલીના સમયમાં સાથ આપનાર મિત્ર ગણાવ્યો. તેમણે સાઉદી અરેબિયા સાથેના સંરક્ષણ સંબંધો અને તુર્કિયે સાથેની ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો. આમ, એક તરફ શાહબાઝ શરીફે શાંતિ અને સન્માનની વાત કરી, તો બીજી તરફ ભારતને કડક જવાબ આપવાની ચેતવણી પણ આપી છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો રાજકીય તણાવ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી અને પાણીનો મુદ્દો બંને દેશો માટે અત્યંત સંવેદનશીલ બની રહ્યો છે.
આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકનના સૈનિકોમાં માનસિક તણાવની ચર્ચા, પરિવારોએ ઉઠાવ્યા ગંભીર સવાલ
આ પણ વાંચો:ઇરાકમાંથી અમેરિકી સૈન્ય હંમેશા માટે પરત ફરશે; 30 સપ્ટેમ્બરે પૂરી થશે 23 વર્ષની હાજરી
આ પણ વાંચો:અમેરિકામાં અપાચે હેલિકોપ્ટર ક્રેશ; બે પાયલટના મોત, ખેતરમાં ફાટી નીકળી ભીષણ આગ
