Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી (Chaudhary Charan Singh University) ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. અહીં એમએ પોલિટિકલ સાયન્સના બીજા સેમેસ્ટરના પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નક્સલવાદી અને આતંકવાદી સંગઠનો(Terrorist organizations)ની જ શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાં નક્સલવાદી, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, દલ ખાલસા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સમાવેશ થાય છે.
આ પ્રશ્નને લઈને RSS સમર્થકો અને શિક્ષણવિદોમાં ભારે નારાજગી છે. જે બાદ શુક્રવારે એબીવીપીના કાર્યકરોએ પ્રશ્નપત્રમાં પૂછાયેલા બે પ્રશ્નોને લઈને હોબાળો મચાવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રશ્નપત્ર સેટ કરનાર પ્રોફેસર સીમા પવાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ધાંધલ ધમાલના કારણે પ્રોફેસર સીમા પવારને પરીક્ષાના સમયપત્રકમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે પ્રોફેસર સીમા પવાર રાષ્ટ્રીય કવિ હરિઓમ પવારના ભાઈની પત્ની છે. આ મામલો વાઇસ ચાન્સેલર ડો.સંગીતા શુક્લાના ધ્યાને પહોંચતાની સાથે જ આ મામલે તાત્કાલિક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને ડો. સીમા પવારને પરીક્ષાના સમયપત્રકમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નપત્રોમાંના પ્રશ્નોને જોતા પ્રોફેસર સીમા પવારના ઈરાદા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
પ્રશ્નપત્રને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો
એબીવીપીના કાર્યકરોના મતે રાષ્ટ્રવાદી સંગઠનને આતંકવાદ અને ઉગ્રવાદની હરોળમાં લાવનાર ડો.સીમા પવારના ઈરાદા યોગ્ય નથી. તેમણે કહ્યું કે RSS ક્યારેય જાતિવાદ અને દેશને તોડવાની વાત નથી કરતું. વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે અને મહિલા પ્રોફેસર પર અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
