retail inflation/ તહેવારોની સિઝનમાં સામાન્ય માણસને પડ્યો ફટકો, સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી વધીને થઈ 5.49%

જથ્થાબંધ ફુગાવાના આંકડા બાદ છૂટક મોંઘવારીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ભારતનો છૂટક મોંઘવારી વધીને 5.49 ટકા થયો છે.

Top Stories Trending Breaking News Business

Retail Inflation: જથ્થાબંધ ફુગાવાના આંકડા બાદ છૂટક મોંઘવારીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ભારતનો છૂટક મોંઘવારી વધીને 5.49 ટકા થયો છે. આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાને કારણે થયો છે. છૂટક ફુગાવો ગયા મહિને નોંધાયેલા 3.65% ના પાંચ વર્ષના નીચલા સ્તર કરતાં ઘણો વધારે છે. જુલાઈ પછી પ્રથમ વખત, તેણે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4%ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને પાર કર્યો.

ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) બાસ્કેટનો અડધો ભાગ છે, સપ્ટેમ્બરમાં 9.24% પર પહોંચી ગયો છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક મોંઘવારી દર 5.66 હતો. અગાઉ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવાનો દર જુલાઈ 2024માં 3.6 ટકા અને ઓગસ્ટ 2024માં 3.65 ટકા હતો. જુલાઈ-ઓગસ્ટ બંને મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યાંકની અંદર હતો. બીજી તરફ, ઓગસ્ટ 2023માં CPI આધારિત રિટેલ ફુગાવાનો દર 6.83 ટકા હતો.

શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો મોંઘા થતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો વધીને 1.84 ટકા થયો હતો. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો 1.31 ટકા હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમાં 0.07 ટકાનો ઘટાડો થયો હતો. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં ખાદ્ય ફુગાવો વધીને 11.53 ટકા થયો હતો, જ્યારે ઓગસ્ટમાં તે 3.11 ટકા હતો.

તેનું કારણ શાકભાજીની મોંઘવારી હતી, જેમાં સપ્ટેમ્બરમાં 48.73 ટકાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં તેમાં 10.01 ટકાનો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં બટાટાનો મોંઘવારી દર 78.13 ટકા અને ડુંગળીનો ફુગાવો 78.82 ટકા પર રહ્યો હતો. ઓગસ્ટમાં 0.67 ટકાની સરખામણીએ સપ્ટેમ્બરમાં ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં 4.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર માઇન્સમાં

આ પણ વાંચો:ફુગાવાના મોરચે રાહત, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં સતત ચોથા મહિને નકારાત્મક રહ્યો

આ પણ વાંચો:ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી, સતત બીજા મહિને ઘટીને 1.31% થયો, જાણો શું થયું સસ્તું