Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (Delhi Mumbai Expressway) પર ટ્રેલર અને LPG ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત ( LPG Tanker Accident) સર્જાતા ભારે અફરાતફરી મચી હતી. 31 ઓગસ્ટની રાત્રે બનેલી આ ઘટનામાં ટક્કર બાદ LPG ટેન્કર રસ્તા પર પલટી ગયું હતું. સલામતીના કારણોસર એક તરફનો માર્ગ બંધ કરીને ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો હતો.
ટેન્કર પલટતાં વાહનોની લાંબી કતારો
LPG ભરેલું ટેન્કર લાંબા સમય સુધી રસ્તા પરથી હટાવી શકાયું ન હોવાથી એક્સપ્રેસ-વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. અહેવાલો મુજબ ટ્રાફિક જામનો વ્યાપ આશરે 10 કિલોમીટર સુધી પહોંચ્યો હતો. ઘટનાસ્થળનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રસ્તા પર અટવાયેલા વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે.
LPG Tanker Accident: ગેસ ગળતરની શક્યતાને પગલે ફાયર ટીમો તૈનાત
LPG ભરેલું ટેન્કર પલટી જતાં આગ કે ગેસ ગળતર જેવી કોઈ ગંભીર ઘટના ન બને તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.
ગેસને બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની કામગીરી
અકસ્માતની જાણ ગેસ કંપનીને કરવામાં આવ્યા બાદ પલટી ગયેલા ટેન્કરમાં રહેલા LPGને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ કામગીરી દરમિયાન કોઈ જોખમ ઊભું ન થાય તે માટે ફાયર વિભાગ અને પોલીસની ટીમો સ્થળ પર હાજર રહી હતી.
ટેન્કર પર ફાયર વિભાગ દ્વારા સતત કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. સાથે જ LPGને બીજા ટેન્કરમાં ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સલામતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
ક્રેનની મદદથી ટેન્કર હટાવવાની કામગીરી
ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા સાથે પલટી ગયેલા ટેન્કરને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ટેન્કર સુરક્ષિત રીતે હટાવવામાં આવે અને એક્સપ્રેસ-વે પર વાહનવ્યવહાર સામાન્ય બને તે માટે પોલીસ તથા ફાયર વિભાગની ટીમો સ્થળ પર ખડેપગે રહી હતી. અકસ્મતને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. LPG ટેન્કર સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ એક્સપ્રેસ-વે પર વાહનવ્યવહાર સામાન્ય થવાની શક્યતા છે.
આ પણ વાંચો: PM મોદીના કાર્યક્રમ માટે MSU ગ્રાઉન્ડ ફાળવતા વિવાદ, Gen-Z આંદોલનની ચીમકી
આ પણ વાંચો: અમદાવાદ CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ શરૂ, QR પેમેન્ટ બાદ જ કાર અનલોક થશે
આ પણ વાંચો: સુરતના ભેસ્તાનમાં રી-ડેવલપમેન્ટનો મુદ્દો ગરમાયો, 600થી વધુ પરિવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
