Not Set/ લોકસભા ચૂંટણી 2019: વડોદરામાં મતદાન જાગૃતિ લાવવા માટે ફનસ્ટ્રીટનું આયોજન

વડોદરા, લોકસભા ચુંટણીને લઇને લોકોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી અવનવાં આયોજનો થઇ રહ્યાં છે. ત્યારે વડોદરામાં ફન સ્ટ્રીટનાં માધ્યમથી મતદારોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરનાં અકોટા-દાંડિયાબજાર બ્રિજ ખાતે દર રવિવારે ફન સ્ટ્રીટ યોજાય છે. જેમાં સંસ્કારીનગરીનાં લોકો મોટી સંખ્યામાં જોડાય છે. આજે પણ આ સિઝનનાં બીજા ફન સ્ટ્રીટમાં વડોદરાવાસીઓની મોજ […]

Gujarat Vadodara

વડોદરા,

લોકસભા ચુંટણીને લઇને લોકોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી અવનવાં આયોજનો થઇ રહ્યાં છે. ત્યારે વડોદરામાં ફન સ્ટ્રીટનાં માધ્યમથી મતદારોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરનાં અકોટા-દાંડિયાબજાર બ્રિજ ખાતે દર રવિવારે ફન સ્ટ્રીટ યોજાય છે. જેમાં સંસ્કારીનગરીનાં લોકો મોટી સંખ્યામાં જોડાય છે. આજે પણ આ સિઝનનાં બીજા ફન સ્ટ્રીટમાં વડોદરાવાસીઓની મોજ જોવાં મળી. ફનસ્ટ્રીટમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો.

People at funstreet

સુજલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ લાવવાનાં સરકારી પ્રયાસોમાં સહભાગી બની ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શહેરીજનો ઝુંબા ડાન્સનાં તાલે ઉત્સાહપૂર્વક ઝુમ્યા. સાથે જ શરીરને સ્વસ્થ રાખવાની સાથે લોકશાહીને પણ સ્વસ્થ અને મજબૂત બનાવવા વધુમાં વધુ મતદાન માટે કટિબદ્ધતા દાખવી.