આજથી 21 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. પારંપરીક હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.ભર ઉનાળામાં વરસાદની આગાહીને લઈને ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું માનિયે તો આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. તારીખ 14 થી 21 દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે.જો કે 23 એપ્રિલે મતદાનના દિવસે વાતાવારણ સામન્ય રહેશે.
