Ahmedabad News : અમદાવાદમાં આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો (Riverfront Flower Showw) માટે પ્રવેશ ટિકિટના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 120 અને શનિવાર-રવિવારે રૂ. 150 ટિકિટ રાખવાની દરખાસ્ત 25 નવેમ્બરે મળનારી કમિટીમાં રજૂ કરવામાં આવી છે.
Riverfront Flower Show : રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની તૈયારીઓ શરૂ
ફ્લાવર શો માટે AMC દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લગભગ એક મહિના સુધી ચાલતા રૂ. 15 કરોડથી વધુના ખર્ચે તૈયાર થતા આ શોમાં વિવિધ ફૂલોની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બને છે.
ગત વર્ષ કરતા 40થી 50નો વધારો સૂચવાયો
વર્ષ 2026માં સોમથી શુક્રવાર રૂ. 80 અને શનિ-રવિ અને જાહેર રજાના દિવસે રૂ. 100 હતી. વર્ષ 2025માં આ દર અનુક્રમે રૂ. 70 અને રૂ. 100 રાખવામાં આવ્યા હતા. તેની સામે આ વખતે ટિકિટ દર (Ticket Price)માં રૂ. 40થી 50નો વધારો સૂચવાયો છે.
25 નવેમ્બરે રીક્રિએશન કમિટીમાં નિર્ણય
ટિકિટ દરની આ દરખાસ્ત 25 નવેમ્બરે મળનારી રીક્રિએશન કમિટી (Recreation Committee)માં રજૂ થશે. જોકે કમિટીના ચેરમેન દ્વારા આ દરમાં વધારો-ઘટાડો થઈ શકે છે, એટલે અંતિમ દર કમિટીની બેઠક બાદ જ નક્કી થશે.
અટલબ્રિજની મુલાકાત માટે કોમ્બો ટિકિટની વ્યવસ્થા
ફ્લાવર શોની સાથે અટલબ્રિજ (Atal Bridge)ની મુલાકાત લેવા ઇચ્છતા લોકો માટે અગાઉ કોમ્બો ટિકિટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. અગાઉના ભાવ રૂ. 80 અને રૂ. 120 રખાયા હતા, જ્યારે આ વખતે તે રૂ. 100 અને રૂ. 130 રાખવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ફ્લાવર શો જોવાનો રહી ગયો છે? હવે 29 જાન્યુઆરી સુધી માણી શકાશે ફૂલોની ફોરમ
આ પણ વાંચો: લાખો ફૂલોથી સજ્જ અમદાવાદ ફ્લાવર શો-2026, સરદારની પ્રતિકૃતિથી બનશે વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શો જોવો પડશે મોંઘો, મનપાએ જાહેર કર્યા નવા ટિકિટ દર
