Ahmedabad News: અમદાવાદમાં આજથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 (Flower Show 2026)નો ભવ્ય અને રંગબેરંગી આરંભ થયો છે. ફૂલોની સુગંધ, રંગો અને કલાત્મક પ્રસ્તુતિઓથી ભરેલો આ મહોત્સવ શહેરવાસીઓ અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફ્લાવર શો ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની અદ્ભુત સફર દર્શાવવામાં આવી છે.

(Flower Show 2026)માં કાશ્મીર જેવો અદભુત નજારો, ફૂલોએ મોહી લીધા મુલાકાતીઓ
ફ્લાવર શો 2026 (Flower Show 2026)માં પ્રવેશતા જ મુલાકાતીઓને કાશ્મીરની વાદીઓ જેવી અનુભૂતિ થાય છે. લાખો રંગબેરંગી ફૂલો દ્વારા બનાવવામાં આવેલા ફૂલ બગીચા, ઝરણાં, પર્વતો અને હરિયાળી દૃશ્યો મન મોહી લે છે. ટ્યૂલિપ, ગુલાબ, ઓર્કિડ, લિલી અને અનેક વિદેશી જાતના ફૂલો દ્વારા સમગ્ર પ્રદર્શન સ્થળને સ્વર્ગ સમાન બનાવવામાં આવ્યું છે.

‘ભારત એક ગાથા’ થીમ પર ભારતીય સંસ્કૃતિનું જીવંત ચિત્ર
આ વર્ષે ફ્લાવર શો 2026 (Flower Show 2026)ની થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે. આ થીમ હેઠળ ભારતની પૌરાણિક કથાઓ, ઐતિહાસિક વારસો, રાષ્ટ્રીય એકતા, આધુનિક વિકાસ અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને ફૂલો દ્વારા જીવંત સ્વરૂપ આપવામાં આવ્યું છે. રામાયણ-મહાભારતના દ્રશ્યો, સ્વાતંત્ર્ય સંગ્રામ, તેમજ આજના ડિજિટલ અને સ્પેસ યુગ સુધીની સફર અહીં જોવા મળશે.

30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ બન્યું મુખ્ય આકર્ષણ
ફ્લાવર શો 2026 માં 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ તૈયાર કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે. રંગીન ફૂલોથી બનેલું આ મંડળ દૂરથી જ લોકોનું ધ્યાન ખેંચે છે અને ફોટોગ્રાફી માટે ખાસ પસંદગીનું સ્થળ બની ગયું છે.

સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ
આ ફ્લાવર શો 2026 (Flower Show 2026)ની સૌથી મોટી ખાસિયત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયેલું સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ છે. હજારો ફૂલોનો ઉપયોગ કરીને બનાવાયેલું આ પોટ્રેટ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે. આ અનોખી રચના ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવશે તેવી અપેક્ષા છે.

6 ઝોનમાં વહેંચાયેલો ભવ્ય ફ્લાવર શો
આ મહોત્સવને કુલ 6 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં અલગ થીમ અને ફૂલોથી બનેલા આર્ટ પીસ રજૂ કરવામાં આવ્યા છે. ભારતીય લોકનૃત્યો, રાજ્યવાર સંસ્કૃતિ, આધુનિક ભારત, બાળમિત્ર ઝોન અને પરિવાર માટે મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ ખાસ આકર્ષણ છે.
સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો અમદાવાદ ફ્લાવર શો 2026
‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’ 🌹 🌺
‘ભારત એક ગાથા’ થીમ સાથે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.
ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત.#AhmedabadFlowerShow2026 pic.twitter.com/mEXSxGAV5s
— Info Ahmedabad GoG (@infoahdgog) January 1, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવેલ પોસ્ટ,
અમદાવાદની શાન સમાન સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પ્રકૃતિના અનોખા ઉત્સવ ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’ નો શુભારંભ કરાવ્યો.
“ભારત એક ગાથા” થીમ પર આયોજિત આ ફ્લાવર શૉ માં અગણિત પુષ્પોની મહેંક વચ્ચે ભારતની ભવ્ય વિરાસત અને આધુનિક વિકાસયાત્રાનું જે અદભૂત દર્શન કરાવવામાં આવ્યું છે, તે… pic.twitter.com/EXmeYiBemA
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2026
બાળકો અને પરિવારો માટે વિશેષ ઝોન
ફ્લાવર શો (Flower Show 2026)માં બાળકો માટે ખાસ ઝોન બનાવવામાં આવ્યા છે, જ્યાં રમતો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મનોરંજનનો આનંદ લઈ શકાય છે. સાથે જ વિવિધ ભારતીય નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર મહોત્સવને ઉત્સવમય બનાવે છે.
22 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો
આ ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શો આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ વ્યવસ્થા તેમજ સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો સરળતાથી આ ફૂલોત્સવનો આનંદ માણી શકે.
