Switzerland News: નવા વર્ષની શરૂઆતમાં જ સ્વિટ્ઝર્લૅન્ડ (Switzerland) ના પ્રખ્યાત અને લક્ઝરી સ્કી રિસોર્ટ ટાઉન ક્રેન્સ-મોન્ટાનામાં એક બારમાં થયેલા વિસ્ફોટ (Bar Explosion) થયો છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન બનેલી આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વિસ્ફોટ (Bar Explosion) ઘટના સ્થળે તાત્કાલિક રાહત કામગીરી
વિસ્ફોટ (Bar Explosion) ની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતની કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બારમાં હાજર રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને વિશેષ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર બાર વિસ્ફોટ (Bar Explosion)નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
🇨🇭⚡ Several people were ki!!ed and others injured after an explosion tore through a bar in the luxury Alpine ski resort of Crans-Montana, Swiss police say.
A cantonal police spokesperson told AFP that the blast was of unknown origin while confirming multiple fatalities. pic.twitter.com/GGbEOvvKrk
— Osint World (@OsiOsint1) January 1, 2026
ચોક્કસ કારણ અકબંધ
અધિકારીઓએ હજુ સુધી આ ઘટનાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી, પરંતુ આ ઘટના ત્યારે બની છે જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડના આ બાર વિસ્ફોટ (Bar Explosion)ને અસામાન્ય સમયગાળા દરમિયાન જંગલમાં લાગેલી આગનો સામનો કરી રહ્યું છે.
અટકળો મુજબ, બાર વિસ્ફોટ (Bar Explosion) કોન્સર્ટ દરમિયાન ફટાકડાને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે, પરંતુ પોલીસ કહે છે કે કારણ અજ્ઞાત છે.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં ઘટના પછી બારમાંથી ધુમાડાના મોટા ગોટા નીકળતા જોવા મળે છે. “અજ્ઞાત કારણનો વિસ્ફોટ થયો છે. ઘણા ઘાયલ થયા છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે,” પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોએ AFP ને જણાવ્યું. પોલીસે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોના પરિવારો માટે હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.
આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ : યુરિયા પીસવા માટે ઉપયોગમાં લેવાતું ગ્રાઇન્ડર ઓટો ડ્રાઇવરના ઘરેથી મળ્યું
આ પણ વાંચો:બિહારના સીતામઢીમાં એઇડ્સનો ભયંકર વિસ્ફોટ,7400 HIV કેસ, ડોક્ટરોએ આપી લગ્ન અંગેની કડક ચેતવણી
આ પણ વાંચો:5 લાખની AK-47 રાઇફલ ખરીદી, વિસ્ફોટકો માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ: આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ
