Kheda News/ ONGCના કૂવામાંથી 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોરી, 6 આરોપી ઝડપાયા

ગુજરાત ATSએ ONGCના કૂવામાંથી 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોરીના કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રૂડ ઓઇલ સહિત રૂ.22.35 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.

Top Stories Gujarat Breaking News
Gujarat ATS Crude Oil Theft: ONGCના કૂવામાંથી 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોરી, 6 ઝડપાયા

Kheda News : ગુજરાત ATS દ્વારા દેશભરમાં સક્રિય ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક્સ પર નજર રાખવાની કાર્યવાહી દરમિયાન ક્રૂડ ઓઇલ ચોરીના એક મોટા કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. (Gujarat ATS Crude Oil Theft) કેસમાં (ATS) ની ટીમે અમદાવાદના વિંઝોલ રિંગ રોડ પાસે કાર્યવાહી કરીને કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 8 હજાર લીટર જેટલું ક્રૂડ ઓઇલ, (ONGC) નું ટેન્કર, આઇશર ટ્રક, મોબાઇલ ફોન અને અન્ય સાધનસામગ્રી સહિત કુલ રૂ.22.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Gujarat ATS Crude Oil Theft કેસમાં મોટી કાર્યવાહી

ATS ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને માહિતી મળી હતી કે દાણીલીમડાના કેટલાક લોકો અને (ONGC) ના કોન્ટ્રાક્ટ પર કામ કરતો એક કર્મચારી એકબીજાના મેળાપીપણામાં ક્રૂડ ઓઇલની ચોરી કરી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર, (ONGC) ના ઓઇલ કૂવા ઉપરની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ કાઢવામાં આવતું હતું.

આ ક્રૂડ ઓઇલ ONGCના ટેન્કરમાં ભરીને અમદાવાદના આયોજનનગર-વિંઝોલ રિંગ રોડ પાસે આવેલા હેપ્પીભાઇ ભરવાડના પાર્કિંગમાં લાવવામાં આવતું હતું. ત્યારબાદ અન્ય વાહનોમાં ઓઇલ ખાલી કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી.

ONGCના ટેન્કરમાંથી આઇશર ટ્રકમાં ઓઇલ ટ્રાન્સફર થતું હતું

મળેલી બાતમીની ખરાઈ કર્યા બાદ (ATS) ની ટીમે અમદાવાદના વટવા (GIDC) અને વિંઝોલ રિંગ રોડ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પીભાઇ ભરવાડના પાર્કિંગ પ્લોટમાં તપાસ દરમિયાન ONGC લખેલા ટેન્કરમાંથી આઇશર ટ્રકમાં રાખવામાં આવેલી ટાંકીમાં પાઇપ મારફતે ક્રૂડ ઓઇલ ખાલી કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

સ્થળ પરથી ATSની ટીમે 6 લોકોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ કૂવા નંબર 26 પરથી ક્રૂડ ઓઇલ ચોરી કરીને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.

સારસાના ONGC કૂવામાંથી 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોરી

ATS ની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સારસા ખાતે આવેલા  ના ઓઇલ કૂવા નંબર 26 પરથી કેસિંગ વાલ્વ મારફતે ફાઇટર પંપની મદદથી આશરે 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઓઇલ (ONGC) ના ટેન્કરમાં ભરીને અમદાવાદ લાવવામાં આવ્યું હતું.

પોલીસે ONGCના ટેન્કરમાંથી આશરે 4,500 લીટર અને આઇશર ટ્રકમાં રાખેલી ટાંકીમાંથી આશરે 3,500 લીટર ક્રૂડ ઓઇલ કબજે કર્યું છે. આમ કુલ 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ મળી આવ્યું છે, જેની કિંમત આશરે રૂ.4 લાખ હોવાનું જણાવાયું છે.

રૂ.22.35 લાખનો મુદ્દામાલ કબજે

આ કાર્યવાહી દરમિયાન ATS દ્વારા માત્ર ક્રૂડ ઓઇલ જ નહીં, પરંતુ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય સાધનસામગ્રી પણ કબજે કરવામાં આવી છે. જેમાં ONGCનું ટેન્કર, આઇશર ટ્રક, 5 મોબાઇલ ફોન અને અન્ય સાધનસામગ્રીનો સમાવેશ થાય છે.

પોલીસે કુલ મળીને આશરે રૂ.22.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત ATS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

6 આરોપીઓની ધરપકડ, એક આરોપી વોન્ટેડ

આ કેસમાં ATS દ્વારા કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઉસ્માન ઉર્ફે ટિકડી, રહે. દાણીલીમડા,ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગફ્ફાર અબ્દુલભાઇ રંગરેજ, મોહસીન રફીકભાઇ રંગરેજ, મોહમદ જાવેદ મોહમદ સાબીર રંગરેજ, ભીખાભાઇ કાળાભાઇ ચૌહાણ, નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક અને રાયસંગભાઇ બચુભાઇ ઠાકોરનો સમાવેશ થાય છે.

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ

  1. ગફ્ફાર અબ્દુલભાઇ રંગરેજ, ઉંમર 61 વર્ષ
  2. મોહસીન રફીકભાઇ રંગરેજ, ઉંમર 35 વર્ષ
  3. મોહમદ જાવેદ મોહમદ સાબીર રંગરેજ, ઉંમર 44 વર્ષ
  4. ભીખાભાઇ કાળાભાઇ ચૌહાણ, ઉંમર 46 વર્ષ
  5. નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક, ઉંમર 42 વર્ષ
  6. રાયસંગભાઇ બચુભાઇ ઠાકોર, ઉંમર 40 વર્ષ

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં વધુ લોકોની સંડોવણી છે કે કેમ અને ક્રૂડ ઓઇલ ચોરીનું નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:Khedaમા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના નામે છેતરપિંડી : NRIના પિતા પાસેથી 3.5 લાખ પડાવ્યા

આ પણ વાંચો:ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો