Gandhinagar News:રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગુજરાતે માધ્યમિક શિક્ષક ભરતી માટેની શિક્ષક અભિરુચિ કસોટી (TATS) પ્રીલિમ્સ પરીક્ષા 2026ની પ્રોવિઝનલ આન્સર કી અને પ્રશ્નપત્રોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતથી હજારો ઉમેદવારોમાં રાહત અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્ય પરીક્ષા બોર્ડે 3 મે 2026ના રોજ લેવાયેલી TATS પ્રીલિમ્સ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (Series A) 16 મે 2026ના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી છે. હવે ઉમેદવારો પોતાની OMR શીટ અને આન્સર કીની સરખામણી કરીને અંદાજિત ગુણ જાણી શકે છે. જો કોઈ પ્રશ્નના જવાબ અંગે વાંધો હોય તો ઉમેદવારો 18 મે 2026થી ઓનલાઈન વાંધા અને સૂચનો રજૂ કરી શકશે. વાંધા નોંધાવવાની અંતિમ તારીખ ૨૫ મે 2026 સાંજે 4 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. તેથી તમામ ઉમેદવારોને સમયસર આન્સર કી ચકાસી જરૂરી હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના વાંધા રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આન્સર કી જાહેર કરાઈ
બોર્ડે સમગ્ર પ્રક્રિયાને પારદર્શી અને સરળ બનાવવા માટે ઓનલાઈન પોર્ટલ (seb.aookly.com) પર અરજી સ્વીકારવાની વ્યવસ્થા કરી છે. દરેક પ્રશ્ન માટે અલગ-अલગ વાંધો નોંધાવવો પડશે અને સાથે સરકારી પુસ્તકો અથવા અધિકૃત સ્ત્રોતના આધારે પુરાવા જોડવા આવશ્યક છે. ખાનગી પુસ્તકો અથવા વેબસાઇટના આધારે વાંધા સ્વીકારવામાં આવશે નહીં.
TATS વિદ્યાર્થીઓ માટેના સમાચાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી TATS પ્રીલિમ્સ 2026 પરીક્ષા વિવિધ વિષયો માટે યોજાઈ હતી.તેમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ગણિત, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જેવા ભાષા વિષયો ઉપરાંત કોમ્પ્યુટર, એગ્રીકલ્ચર અને ફિઝિકલ એજ્યુકેશન સહિતના અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોને સરળતાથી ચકાસણી કરી શકાય તે માટે તમામ વિષયોની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી ઉમેદવારો પોતાના વિષય અને માધ્યમ મુજબની આન્સર કી ડાઉનલોડ કરીને OMR શીટ સાથે સરખામણી કરી અંદાજિત ગુણ જાણી શકે છે.
આ પણ વાંચો:TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ધરાશે હાથ
આ પણ વાંચો:હાશ! શિક્ષણ વિભાગે છેવટે TETની પરીક્ષા યોજવાની જાહેરાત કરી
આ પણ વાંચો:TET-2: ટેટ વનની જેમ સફળ આયોજન કરવા માટે સરકારે કમર કસી
