Mumbai News : મુંબઈ સ્થિત નાગપાડા વિસ્તારમાં મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે પાંચ મજુરોના મોત નીપજ્યા હતા. આ સફાઈ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના આજે બપોરે ૧.૩૦ વાગ્યે બની હતી. તાત્કાલિક પાંચેય સફાઈ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માત નાગપાડાના દિમટીમકર રોડ પર સ્થિત બિસ્મિલ્લાહ સ્પેસ બિલ્ડિંગ નામની બાંધકામ હેઠળની મિલકતમાં થયો હતો. આ સ્થળ મિન્ટ રોડ પર ગુડ લક મોટર ટ્રેનિંગ સ્કૂલ પાસે આવેલું છે. આ ઘટના બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આ સફાઈ કામદારોને બહાર કાઢીને નજીકની સર જેજે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જોકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મુંબઈ પોલીસના અધિકારીઓએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો:ધર્માંતરણ માટે ફાંસીની સજા! લવ-જેહાદના કેસમાં 10 વર્ષની સખ્ત સજા, આ રાજ્ય કરી રહ્યું છે તૈયારી
આ પણ વાંચો:કાશ્મીરમાં પહેલા બધા હિન્દુ હતા, ધર્માંતરણ કરીને મુસ્લિમ બન્યા’, ગુલામ નબી આઝાદ