Not Set/ અજમેર દરગાહથી આવી રહ્યા છે ખુશીના સમાચાર…વાંચો શું છે સમાચાર

મુસ્લિમ સમાજ માટે ખુબજ મહત્વની માનવામાં આવતી એવી દરગાહ કે જે રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલી છે – હઝરત મોઇનુદીન ચિસ્તી સંજરી સરકાર ( ગરીબ નવાઝ ). આ દરગાહ ઉપર મોટા ભાગે કોમી એકતાના દર્શન જોવા મળતા હોય છે.ભારત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પોતાની મનોકામના પુરી કરાવવા માટે દરગાહ ઉપર આવીને દુઆ – પ્રાર્થના કરતા હોય […]

India

મુસ્લિમ સમાજ માટે ખુબજ મહત્વની માનવામાં આવતી એવી દરગાહ કે જે રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલી છે – હઝરત મોઇનુદીન ચિસ્તી સંજરી સરકાર ( ગરીબ નવાઝ ). આ દરગાહ ઉપર મોટા ભાગે કોમી એકતાના દર્શન જોવા મળતા હોય છે.ભારત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પોતાની મનોકામના પુરી કરાવવા માટે દરગાહ ઉપર આવીને દુઆ – પ્રાર્થના કરતા હોય છે. કહેવાય છે કે આ દરગાહ ઉપર આવનાર તમામ શ્રદ્ધાળુઓની માન્યતા પુરી થાય છે તેથી જ ગરીબ નવાઝની દરગાહમાં અનેક લોકોની હાજરી જોવા મળતી હોય છે.

જોકે, કોરોના – લોકડાઉન અને નાઈટ કર્ફ્યુના કારણે અજમેરની આ દરગાહને છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાઈ હતી. શ્રદ્ધાળુઓને અપીલ કરાઈ હતી કે તેઓ દરગાહના દર્શન કરવા માટે અજમેર ન આવે અને તેઓ પોતાના ઘરેથી જ દુઆ પ્રાર્થના કરીને ગરીબ નવાઝને યાદ કરે. રાજસ્થાનમાં કોરોનાએ કાબુ બહાર જઈને આતંક મચાવતા સરકારે આખરે નિર્ણય લીધો હતો કે દરગાહને સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવે. જોકે, હવે થોડાક હદ સુધી કોરોનાનું આતંક રાજસ્થાનમાં કાબુમાં આવી જતા આખરે 72 દિવસ બાદ આ સૂફી સંતની દરગાહને ફરીથી ખુલ્લી મૂકી દેવાઈ છે.

દરગાહની જિયારત કરવા માટે શ્રદ્ધાળુઓને ક્યાં ક્યાં નિયમોનું પાલન કરવું જ પડશે?

– કોરોના ટેસ્ટ ફરજીયાત
– રિપોર્ટ નેગેટિવ તો જ મળશે દરગાહમાં એન્ટ્રી
– વેક્સિનના બે ડોઝ લીધેલા હશે તો મળશે દરગાહમાં એન્ટ્રી
– સોશિયલ ડિસ્ટનનું કરવું પડશે પાલન
– દરગાહમાં ફરજીયાત માસ્ક પહેરવું પડશે