Surat News/ હોળી-ધુળેટીને લઈને વતન જવા માટે સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોનો જમાવડો, ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત

Surat News :  હોળી-ધુળેટીનો તહેવાર મનાવવા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ દોટ મુકતા હોય છે. મોટાભાગે લોકો ટ્રેન દ્વારા વતન જતા હોય છે. જેને કારણે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થતી હોય છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જમાવડો થવા લાગ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે. આ […]

Top Stories Gujarat Surat
Beginners guide to 2025 03 09T183702.168 હોળી-ધુળેટીને લઈને વતન જવા માટે સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોનો જમાવડો, ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત

Surat News :  હોળી-ધુળેટીનો તહેવાર મનાવવા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ દોટ મુકતા હોય છે. મોટાભાગે લોકો ટ્રેન દ્વારા વતન જતા હોય છે. જેને કારણે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થતી હોય છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જમાવડો થવા લાગ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે. આ ટ્રેનોને ઉનાળુ વેકેશન સુધી દોડાવાશે. હવે સુરત રેલવે સ્ટેશન પર કોનકોર્સ એરિયાના નિર્માણની કામગીરીને કારણે 200 જેટલી ટ્રેનોને ઉધના સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ થઈને વિશેષ ભાડા પર વધુ 3 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોળીના પર્વે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં ભીડ ઊમટી પડશે. ત્યારે ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્રએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. 70 જવાનોની RPFની એક ટુકડી તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉધના રેલવે સ્ટેશને પર આરપીએફ જવાનોની અલગ-અલગ ટીમ અને સુરત રેલવે સ્ટેશને 86 જવાનોની અલગ-અલગ ટીમો તહેનાત કરી દેવાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા 50 હોલિડે સ્પેશિયલ ટ્રેનની કુલ 964 ટ્રિપ દોડાવવામાં આવશે.

મુંબઈ ડિવિઝન દ્વારા 542 ટ્રિપ દોડાવવામાં આવી રહી છે. આ 542 ટ્રિપમાં હોળીથી લઈને ઉનાળુ વેકેશન સુધી દોડનારી સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થઈ જાય છે. ઉધનાથી 96 ટ્રિપ દોડાવાશે. આ ઉપરાંત ઉધના-જયનગર જેવી અનરિઝર્વ ટ્રેનો પણ દોડાવાશે. સુરત રેલવે સ્ટેશન પર કામગીરી ચાલી રહી હોવાથી ટ્રેનોને ઉધનાથી દોડાવાશે. હવે ઉધનામાં ભીડને કાબૂમાં રાખવા માટે અત્યાર સુધી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં સુરત રેલવે સ્ટેશન પર કુલ 80 સીસીટીવી છે. જ્યારે ઉધના સ્ટેશન પર 22 સીસીટીવી છે.

લાંબા સમયથી ટ્રેનોમાં જનરલના કોચ જોડવા માંગણી ઊઠી રહી હતી. દરમિયાન રેલવે તંત્રએ વીતેલા એક વર્ષથી જનરલના કોચ જોડવાનો આરંભ કરી દીધો છે. 96 ટ્રેનોમાં 145થી વધુ જનરલ કોચ જોડવામાં આવ્યા હતા. દરમિયાન એક વર્ષમાં કુલ 21 લાખ મુસાફરોએ લાભ લીધો છે.ટ્રેન નંબર 09031 ઉધના સ્પેશિયલ ટ્રેન દર રવિવારે ઉધનાથી 11.25 કલાકે ઊપડશે. બીજા દિવસે 21.30 કલાકે જયનગર પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન 9 માર્ચથી 29 જૂન 2025 સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09032 જયનગર ઉધના સ્પેશિયલ દર સોમવારે જયનગરથી 23 કલાકે રવાના થશે અને બુધવારે 14.30 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન બારડોલી નંદુરબાર ભુસાવલ થઈ દરભંગા મધુની પહોંચશે. વધુમાં ઉનાળાની હોલિડે સ્પેશિયલ ટ્રેનો પણ ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 09031 ઉધના સ્પેશિયલ ટ્રેન આજે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી 11.25 કલાકે ઊપડી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન તરફ ગયા હતા. રેલવે પોલીસ તૈનાત હોવાથી મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ અલગ અલગ જગ્યાઓ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા હતા.1. ટ્રેન નંબર 04714/04713 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ (અઠવાડિક) (8 ફેરા)

ટ્રેન નંબર 04714 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે બાન્દ્રા ટર્મિનસથી 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 7 થી 28 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નંબર 04713 બીકાનેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરૂવારે બીકાનેરથી 15.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.40 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 6 થી 27 માર્ચ, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ન્ડ ક્લાસ કોચ હશે.2. ટ્રેન નંબર 04828/04827 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ (અઠવાડિક) (8 ફેરા)

ટ્રેન નંબર 04828 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી 10.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 9થી 30 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી- બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર શનિવારે ભગત કી કોઠીથી 11.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.25 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 8 થી 29 માર્ચ, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ન્ડ ક્લાસ કોચ હશે.3. ટ્રેન નંબર 04826/04825 બાન્દ્રા ટર્મિનસ-જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (6 ફેરા)

ટ્રેન નંબર 04826 બાન્દ્રા ટર્મિનસ- જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી દર મંગળવારે 11.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન 11થી 25 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 04825 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે જોધપુરથી 17.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 10 થી 24 માર્ચ, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર અને સ્લીપર ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 04714નું બુકિંગ ચાલુ છે. તથા ટ્રેન નંબર 04828 અને 04826નું બુકિંગ 8 માર્ચ, 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનરૂપે ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત

આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત