GST News/ GST સેવા કેન્દ્રો ખાતે ફેસિયલ ઓથેન્ટિકેશનથી આધાર આધારિત ઓળખ ચકાસણીની શરૂઆત

GSTમાં હાલમાં આધાર આધારિત ચકાસણી પ્રક્રિયા માટે IRIS Scan અથવા Fingerprint Scan નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને સરળ બને તે હેતુથી એડવાન્સ ટેક્નોલોજી આધારિત 28 પ્રકારના ફેસ ઓથેન્ટિકેશનથી આધાર આધારિત ચકાસણીની પ્રક્રિયાનો પ્રારંભ 15 જુલાઈના રોજ નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવ્યો છે.

Gujarat Gandhinagar Ahmedabad Breaking News

Gandhinagar News:  GSTમાં હાલમાં આધાર આધારિત ચકાસણી પ્રક્રિયા માટે IRIS Scan અથવા Fingerprint Scan નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને સરળ બને તે હેતુથી એડવાન્સ ટેક્નોલોજી આધારિત 28 પ્રકારના ફેસ ઓથેન્ટિકેશનથી આધાર આધારિત ચકાસણીની પ્રક્રિયાનો પ્રારંભ 15 જુલાઈના રોજ નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવ્યો છે. આ નવીન પ્રક્રિયાથી GSK ખાતેના પ્રોસીડિંગ ટાઇમમાં નોંધાપાત્ર ઘટાડો થશે અને તે થકી અરજદારોને વધુ સારી સેવા પ્રદાન કરી શકાશે.

રાજ્યમાં જુદી જુદી ફ્રોડ સ્કીમોમાં આર્થિક રીતે નબળા માણસોને નાણાકીય પ્રલોભનો આપી, વિવિધ સ્કિમોમાં ભરમાવી તેઓના આધાર પુરાવા મેળવી લઇ, તેઓના આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી નાખી તેમજ તદ્દન ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટા GST નોંધણી નંબર મેળવવાના અનેક કિસ્સા ધ્યાન પર આવ્યા છે.

આવા બોગસ GST નોંધણી નંબરનો ઊપયોગ ખોટા બિલો જારી કરી બોગસ ITC પાસઓન કરવા માટે થતો હતો. આમ થવાથી સરકારી આવકને ખુબ મોટુ નુકશાન પહોંચતુ હતું. બોગસ બિલિંગની પ્રવૃત્તિને અસરકારક રીતે ડામવા માટે ગુજરાત રાજ્યવેરા ખાતા દ્વારા GST સેવા કેન્દ્રની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.

આ બ્લુ પ્રિન્ટ મુજબ નવા નોંધણી નંબર મેળવવા ઇચ્છતા અરજદારોને પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ પર GST સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવી તેઓના આધાર ઓથેન્ટીકેશન તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખરાઇ કરી નોંધણી નંબર આપવા વિશેનો નિર્ણય કરવાની પરિકલ્પના કરવામાં આવી હતી.

આ રીતે તૈયાર કરવામાં આવેલ બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરોએ રજૂ કરવામાં આવી હતી.  આ રજૂઆતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર દ્વારા આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને પાયલોટ પર બેઝ પર રોલઆઉટ કરવા ગુજરાતની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય કર વિભાગ દ્વારા માત્ર 75 દિવસના ટૂંકાગાળામાં રાજ્યમાં 12 સ્થળોએ અત્યાધુનિક જીએસટી સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. તેનું ઉદઘાટન ભારતના માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનના વરદ હસ્તે વાપી ખાતેથી કરવામાં આવ્યું હતું.

તમામ ૧૨ GSK ખૂબજ કાર્યદક્ષતા સાથે કામગીરી કરી રહેલ છે. અરજદાર પોતાની અનુકુળતા અનુસાર ટાઇમ સ્લોટ બુક કરાવી GSK ની મુલાકાત લઇ શકે છે. GSK ખાતે આવ્યાથી અરજદારની જરૂરી સંપુર્ણ કામગીરી ૨૦ મીનીટથી પણ ઓછા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવે છે.

GSK ની અમલવારીથી બોગસ નોંધણી નંબરની અરજીઓ ઉપર અસરકારક અંકુશ મેળવવામાં સફળતા મળી છે. નવેમ્બર-૨૦૨૩થી અત્યારસુધીમાં નવી રજીસ્ટ્રેશન એપ્લીકેશન માં ૨૫% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. ગુજરાત રાજયમાં કાર્યરત GSK ની અસરકારકતા અને કાર્યદક્ષતાની નોંધ લઇ નવી દિલ્હી ખાતે 22 જૂને યોજાયેલ GST COUNCIL ની 53મી મીટીંગમાં GSK ની અમલવારી સમગ્ર ભારતમાં કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહિલાએ રિક્ષામાં જ બાળકને આપ્યો જન્મ, કેવી છે બંનેની હાલત

આ પણ વાંચો: વિદ્યાર્થીનીઓને આપવામાં આવનારી સાઇકલો ધૂળ ખાઈ રહી છે

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતની ગ્રાન્ટ એઇડ સ્કૂલો-કોલેજોમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં