Ahmedabad News : શહેરમાં બનેલા બે અલગ અલગ બનાવમાં નવરંગપુરામાં કારનો કાચ તોડીને દોઢ લાખતી વધુની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. જ્યારે સરખેજમાં પાર્ક કરેલી કાર ચોરી જનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.પ્રથમ બનાવની વિગત મુજબ ઘાટલોડીયામાં રહેતા અંકિતબાઈ જે.શાહે 10 જુલાઈના રોજ નવરંગપુરામાં સી.જી.રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પોતાની ટોયેટો કાર પાર્ક કરી હતી. દરમિયાન કોઈ ગઠિયો કારનો કાચ તોડીને અંદરથી રૂ.80,000 ની કિંમતનું લેપટોપ, અન્ય એક 73,718 ની કિંમતનું લેપટોપ તથા રૂ.7,000ની કિંમતની હાર્ડ ડિસ્ક, ડેબિટ અને કેર્ડિટ કાર્ડ, પાસપોર્ટ વગેરે મળીને કુલ રૂ.1,65,718 ની માલમત્તાની ચોરી કરી ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સરખેજમાં પાર્ક કરેલી હોન્ડા સિટી કાર ચોરી જનારા ગઠિયાની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે કાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારના અનેય ગુનામાં સંડોવાયેલો હોવાની શંકાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ બનાવની વિગત મુજબ સરખેજના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને વસ્ત્રાપુરની એક સ્કૂલમાં નોકરી કરતા અનિલ જાદવે પોતાના ચાર દિવસ પહેલા માલિકની હોન્ડા સિટી જીજે-18-BB કાર પોતાના ગાયત્રીનગરના ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાન કોઈ ગઠિયો આ કાર ચોરી જતા તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજીતરફ સરખેજ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર.કે ધુળીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે આ અંગે તપાસ હાથ ધરી હતી.
જેમા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ કાર 13 જુલાઈના રોજ સરખેજમાં સનાથળ થી ઉજાલા સર્કલ તરફ આ નંબરની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. જેમાં કાર ચાલક પાસે દકારના દસ્તાવેજ માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પુછપરછ કરતા આ શખ્સે તેનું નામ હાર્દિક ઉર્ફે ડેની વિનોદભાઈ વાઘેલા (24) તથા તે સરખેજમાં ગાયત્રીનગર ખાતે જ રહેતો હોવાનું અને તેણે આ કાર ચોરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આ કાર કબજે કરીને આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
