Kheda News: સરકાર ઉજવણીના તાયફા કરે છે, પરંતુ આ ઉજવણી શેના માટે કરવામાં આવી હતી તે ભૂલી જાય છે. ખેડા જિલ્લામાં પાંચ હજારથી વધારે સરકારી સાઇકલો ધૂળ ખાઈ રહી છે. આ સાઇકલો વિઠ્ઠલપુરાના ફાર્મમાં પડી રહી છે.
આ સાઇકલો શાળાકીય પ્રવેશોત્સવ વખતે આપવામાં વનારી હતી. હવે તે આપવામાં આવી નથી. તેથી હવે આ સાઇકલો વિદ્યાર્થીનીઓને ક્યારે આપવામાં આવશે તે સવાલ છે. મહેમદાવાદ અને ખેડામાં આ સાઇકલો આપવાની હતી અને તેમને હજી સુધી આ સાઇકલ અપાઈ કેમ નથી તે મોટો સવાલ છે.
ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. પરંતુ જો ઘણી એવી શાળાઓ છે કે જ્યા સરકારી યોજનાઓ ધૂળ ખાઈ રહીં છે. ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર 812 સાયકલો સડી રહીં છે. આખરે કેમ આ સાયકલો વિદ્યાર્થીનીઓને આપવામાં ના આવી? ખેડા જિલ્લામાં અત્યારે 812 સાયકલો કાટ ખાઈ રહી છે. આ બેદરકારી માટે કોને જવાબદાર ગણવા? આખરે કેમ સરકારી પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ પ્રવેશોત્સવમાં 1252 સાયકલો ફાળવવામાં આવી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે તેમાંથી તત્કાલીન સમયે 426 સાયકલો લાભાર્થી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. પરંતુ 812 સાયકલોનું વિતરણ આખરે કેમ ના કરવામાં આવ્યું? એવી તો શું તકલીફો હતી કે, 812 વિદ્યાર્થીઓને સાયકલોથી વંચિત રાખવામાં આવ્યા? ઉલ્લેખનીય છે કે. છેલ્લા 8 વર્ષથી 812 સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે.
મહુધાના કુમાર કન્યા પ્રાથમિક શાળામાં 150 સાયકલો પડી રહી છે, તો નડીઆદના ઉત્તરસંડામાં 426 સાયકલો પડી રહી છે. આ સાથે કપડવંજની વાત કરવામાં આવે તો ત્યાં 39 સાયકલો કાટ ખાઈ રહી છે, જ્યારે ખેડામાં 11 સાયકલો ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ઠાસરાના વણોતીમાં 186 સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે આવી બેદરકારી કેમ થઈ? અને બેદરકારી થઈ તો તેના માટે હવે જવાબદાર કોણ છે?
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયકલો ફાળવવામાં આવી તેને વિદ્યાર્થીઓ સુધી કેમ પહોંચાડવામાં ના આવી? આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદકારી? 812 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહીં છે તેનો મતલબ કે 812 જેટલ વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
