Gandhinagar News/ રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ: મુકેશ પટેલ

રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે. જામનગર જિલ્લામાંમાં 12 તેમજ દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ મંજૂર: મુકેશ પટેલ

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ-જળ સંચય થાય તે માટે અનેકવિધ નવા ચેકડેમ,ખેત તલાવડી, વિવિધ નદીઓ પર બેરેજ-વિયર, રિચાર્જ વેલ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 12 તેમજ દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 586 નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel)જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે.

જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 12અને દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ (Check Dam) મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રી મુકેશ પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, જામનગર(Jamnagar)માં છેલ્લા ત્રણ વર્ષમાં 9 ચેકડેમને મંજૂરી મળી છે તેમાંથી ત્રણનું કામ પૂર્ણ કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)માં 6 ચેકડેમની મંજૂરી મળી હતી તેમાંથી એક ચેકડેમનું કામ પુરું કરવામાં આવ્યું છે.

તેઓએ ગૃહમાં જણાવ્યું હતું કે, આ બે જિલ્લામાં વિવિધ કેનાલોની ઉંડાઈ 3 થી 6 મીટર છે. આ વિસ્તારમાં કેનાલને જ્યાં પાકી કરવાની જરૂર જણાયે ખેડૂતો દ્વારા જમીન સંપાદનમાં સહકાર અપાશે તો ચોક્કસ પાકી કરવામાં આવશે. હાલમાં આ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું ચાલું છે.વધુમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઉંડ-1 ડેમ સાથે જોડાયેલી 167 કિ.મી પાકી તેમજ 27 કિ.મી કાચી કેનાલ કાર્યરત છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો:ભરૂચની મિશ્રા શાળા બંધ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-2025નું ઉદ્ઘાટન