Vadodara News/ અલ્કલાઇન વોટર કંપની પર FSSAIનો દરોડો

લેબોરેટરી રિપોર્ટમાં પાણીમાં કેટલાક બિનજરૂરી અને માનવ આરોગ્ય માટે યોગ્ય ન ગણાતા તત્વો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે FSSAIએ કંપની સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે

Gujarat Vadodara
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા અલ્કલાઇન વોટર (Alkaline Water Company) બનાવતી એક કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Vadodara News :  ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા અલ્કલાઇન વોટર બનાવતી એક કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં આવેલી કંપનીમાં તપાસ દરમિયાન અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવતા અધિકારીઓએ તાત્કાલિક દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કંપની દ્વારા વેચાતી પાણીની બોટલોના પેકિંગ પર પ્રોડક્ટનું યોગ્ય નામ દર્શાવવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, પાણીના સેમ્પલમાં કાળા કણો જોવા મળતા આરોગ્ય સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ હતી. આ ઘટનાને પગલે ફૂડ વિભાગે તાત્કાલિક નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલ્યા હતા.

લેબોરેટરી રિપોર્ટમાં પાણીમાં કેટલાક બિનજરૂરી અને માનવ આરોગ્ય માટે યોગ્ય ન ગણાતા તત્વો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે FSSAIએ કંપની સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે.

દરોડા દરમિયાન અધિકારીઓએ અંદાજે રૂ.31.61 લાખનો અલ્કલાઇન વોટરનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ ઉત્પાદન અને પેકિંગ પ્રક્રિયાની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું કે ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સહન કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવાશે.


આ પણ વાંચો : દેશભરમાં સિન્થેટિક પનીર પર લાગશે પ્રતિબંધ! FSSAIનો મોટો નિર્ણય

આ પણ વાંચો : શું તમે પણ માનો છો કે ઈંડા ખાવાથી કેન્સર થાય? જાણો FSSAI અને એક્સપર્ટ્સ શું કહે છે ??

આ પણ વાંચો : પનીરની ડિશમાં હવે ફેરફાર નહીં થાય, FSSAIએ લેબલ આપવાનું કર્યુ ફરજીયાત