સુરત,
સુરતના પાંડેસરમાં સ્કૂલ રીક્ષા પલ્ટી મારી હતી. જેથી એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે 7 બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ સ્કૂલ રિક્ષા એડમ પબ્લિક સ્કૂલની હતી. વહેલી સવારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોવાથી રીક્ષામાં વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે આ રિક્ષા પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીકથી પસાર થઇ રહી હતી.
આ દરમિયાન રીક્ષાચાલકે રીક્ષા પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઇ હતી. રીક્ષા પલ્ટી મારતાં રીક્ષામાં સવાર વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મુકી હતી. જો કે રીક્ષામાં 8 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.
આ તમામ વિદ્યાર્થીઓ સિનિયર કેજી અને ધોરણ 1માં અભ્યાસ કરતાં હતા. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી.
