બનાસકાંઠા ના ડીસા માં કેટરીગ ની મજૂરીએ આવેલી સગીરા ને રૂ 4 લાખમાં વેચી મારતા સગીરાની માતાએ ફરિયાદ આપતા ડીસા તાલુકા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સુરત માં લિબાયત ખાનપુર માં રહેતી 15 વર્ષીય માહરુખ (નામ બદલેલ છે) જે સગીરા અમદાવાદ ની શબનમ નામની મહિલાના પરિચય માં આવતા તેને 19 ઓક્ટોબર એ અમદાવાદ માં કેટરીગ ના કામે લઈ ગઈ હતી અને બાદમાં અમદાવાદ થી અન્ય એક રેહાના માસી સાથે ડીસા ના ભોંયણ ગામે કાલુસિંહ ઠાકોર ને ત્યાં લાવવામાં આવી હતી અને ત્યાં કેટરીગ નું કામ કરવા મજૂરી પર રાખી હતી અને બાદ માં રેહાના માસી અને સુરત ની શબનમ બન્ને પરત અમદાવાદ ગઈ હતી.
ત્યારબાદ કાલુસિંહ એ રાજસ્થાન માંથી બોલાવેલ બે ઈસમો ને બતાવી ઉત્તમસિંહ નામના યુવક સાથે રૂ 4 લાખમાં સોદો કરી બારોબાર વેચી દેતા સગીરા માહરુખ ને રાજસ્થાન લઈ જવાઈ હતી અને બાદમાં ઉત્તમસિંહ ને આંધ્રપ્રદેશ માં મોબાઈલ ની દુકાન હોઈ ઉત્તરસિંહ સગીરા ને આંધ્રપ્રદેશ લઈ ગયો હતો જોકે સગીરા ઘરે જવાની જીદ કરતા ઉત્તમસિંહ એ શબાના માસીને ફોન કરી કહેલ કે માહરુખ ના પરિવારજનો ને કહી દો કે મને રૂ 4 લાખ આપી દે અને માહરુખ ને લઈ જાય .
આ વાત સાંભળી શબાના પણ ચોંકી ઉઠી હતી અને તેને કહેલ કે માહરુખ ના કાગળો લઈ આંધ્રપ્રદેશ આવી જા તેવુ કહેતા શબાના માસી કાગળો લઈ આંધ્રપ્રદેશ પહોંચી હતી ત્યારે માહરુખ ની સાથે શબાના ને પણ રૂમ માં પુરી દીધી હતી અને કહેલ કે રૂ 4 લાખ કાલુસિંહ એ લીધા છે જે પરત આપો તો હું લઈ જાઓ તેમ કહેતા મોકો જોઈ શબાના એ માહરુખ ના પરિવાર જનોને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા માહરુહ ના પરિવારજનો AIMIM સુરત શહેરના અધ્યક્ષ વસીમ કુરેસી પાસે જઈ સુરત લિબાયત પોલીસ ની મદદ લઇ આંધ્રપ્રદેશ ગયેલ જ્યાં અન્નાવરમ પોલિસ ને સાથે રાખી ઉત્તમસિંહ ના ઘરે પહોંચી સગીરા માહરુહ અને શબાના ને મુક્ત કરાવી હતી અને આંધ્રપ્રદેશ પોલીસ એ આરોપી ઉત્તમસિંહ ની ધરપકડ કરી હતી.
જોકે સુરત પોલીસ બન્ને ને સુરત લાવી સમગ્ર ઘટના ની વિગત મેળવી પોસ્કો સહિત અપહરણ, મારપીટ, ધાકધમકી, માનવ તસ્કરી,સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી બાદમાં ફરિયાદ ડીસા તાલુકા પોલીસ ને ટ્રાન્સફર કરી હતી.ત્યારે પોલીસ એ સગીરાની સોદાબાજી ના ગુન્હામાં મુખ્ય આરોપી કાલુસિંહ સહિત આંઠ આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
