Gandhinagar News: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનના સુશાસનના વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા. 07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ (Vikas Saptah)ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાનશ્રીએ નવી દિશા આપી છે. જે સંદર્ભે તા. 07 ઓક્ટોબરે ‘યુવા સશક્તિકરણ’ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ખેલ મહાકુંભના પરિણામે ૧૧ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું
ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી તરીકે વર્ષ -2010 માં નરેન્દ્ર મોદીએ રાજ્યના યુવાનોનો રમત ગમત ક્ષેત્રે રસ વધે તે શુભ આશય સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે ખેલ મહાકુંભ ના માધ્યમથી રાજ્યના 11 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાં ગુજરાતની માના પટેલે સ્વીમીંગ રમતમાં, એલાવેનીલ વાલરીવને- શુટિંગમાં, તસ્નીમ મીરે -બેડમિન્ટનમાં, સરિતા ગાયકવાડે અને મુરલી ગાવિતે -એથ્લેટીકસમાં, મોક્ષ દોશીએ -ચેસમાં, દ્વીપ શાહે – સ્કેટીંગમાં, અનિકેત દેસાઇએ -સોફટ ટેનીસમાં, કલ્યાણી સક્સેનાએ – સ્વીમીંગમાં, વિશ્વા વાસણવાલાએ -ચેસમાં, સનોફર પઠાણે -કુસ્તીમાં, અનુષ્કા પરીખે -બેડમિન્ટનમાં, માધવીન કામથ અને ઝીલ દેસાઇએ –ટેનીસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બોન્ઝ મેડલ મેળવીને ગુજરાતના યુવાઓને પ્રેરણા આપી છે.
“રમશે…..ગુજરાત…જીતશે…ગુજરાત”
કોઈ પણ દેશ ત્યારે જ સશક્ત બને છે, જ્યારે તે દેશના યુવાઓ સશક્ત બને. ખેલ મહાકુંભ જેવા માધ્યમથી ગુજરાતના યુવાનો આજે રમત ગમત ક્ષેત્રે પોતાની સુવર્ણ કારકિર્દી ઘડવાની સાથે દેશ- રાજ્યનું પણ નામ રોશન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “રમશે…..ગુજરાત…જીતશે…ગુજરાત” અને ‘ખેલે તે ખીલે’ જેવા મંત્ર સાથે શરુ કરેલા ખેલ મહાકુંભે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાવાન બાળકો – યુવાઓના સપનાને નવી પાંખ આપી છે. રાજ્યના નાગરિકોની રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાય અને રમત-ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
વર્ષ -2025માં 72 લાખથી વધુ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન
મુખ્યમંત્રી (CM Bhupendra Patel) ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે ખેલ મહાકુંભ વર્ષ -2025 (Khel Mahakumbh-2025)માં 72 લાખથી વધુ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા છે. જેમાં 43.80 લાખથી વધુ પુરુષ ખેલાડીઓ અને 28.74લાખથી વધુ મહિલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતના યુવા ખેલાડીઓ માટે આ વર્ષે ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધા આગામી તા. 06 થી 10 નવેમ્બર દરમિયાન, જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. 11 થી 30 નવેમ્બર દરમિયાન, ઝોન કક્ષાની સ્પર્ધા તા. 01 થી 15 ડિસેમ્બર દરમિયાન તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા તા. 16 થી 17 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનો રમત –ગમત ક્ષેત્રે (Sports) પોતાની કારકિર્દી ઘડીને આગળ વધી શકે તે માટે આ વર્ષના બજેટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનાં માળખાગત સુવિધાઓના વિકાસ અર્થે રૂ.125 કરોડની જોગવાઈની મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પેર્ફોમેન્સ સેન્ટરનું નિર્માણ કરવા માટે પણ રૂ. 33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
__________________________________________________________________________________________________
આ પણ વાંચો: Panchmahal News/હાલોલ GIDC માં એગ્રો કંપનીની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત, પાંચ કામદારો દાઝી ગયા, તપાસ શરૂ
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: Bharuch-Gas Leak/કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ
