Navsari Liquor/ નવસારીમાં દારૂના જથ્થા સાથે અંદાજે એક કરોડનો મુદ્દામાલ કબજે

પોલીસે એક આરોપીની ધરપકડ કરી, 9 આરોપી ફરાર

Gujarat

Gujarat News :નવસારીમાં દારૂના જથ્થા સાથે અંદાજે એક કરોડનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓએ માહિતીને આધારે નવસારીમાંથી 25.42 લાખના દારૂ તથા આઠ વાહનો અને અન્ય સામાન સાથે કુલ રૂ. 98,27,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે ફરાર 9 આરોપીની શોધ હાથ ધરી છે.

લોકસભાની ચૂંટની જેમ નજીક આવતી જાય છે તેમ બુટલેગરો બેફામ થી રહ્યા છે. બીજીતરફ પોલીસે પણ તેમની ફરતે ગાળિયો મજબુત બનાવ્યો છે. જેમાં એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે નવસારીમાં રાહેજા વિલેજ ખાતે રામજી મંદિર સામેના ખુલ્લા પ્લોટમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

અહીંતી પોલીસે રૂ, 25,41,000 નો વિદેશી દારૂ, આઠ વાહનો, પ્લાસ્ટિકના શેડના 80 બંડલ વગેરે મળીને કુલ રૂ. 98,27,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે મુંબઈના ગોવંડીના રહેવાસી મહેબુબ બાશા શેખ (ટ્રક ડ્રાઈવર)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનારા માણિક પાટીલ સહિત નવ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. એસએમસીના પી.આઈ.સી.એચ.પનારા અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી. આ અંગે વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ

.