Breaking News/ સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી: 5 એન્જિનિયર સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ

સુરતના નાસીરનગર ડિમોલિશન (Surat Nasirnagar Demolition) મામલે તપાસ સમિતિના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. પાંચ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Nasirnagar Demolition કેસમાં પાંચ અધિકારીઓ ફરજમોકૂફ

Breaking News: નાસીરનગર ડિમોલિશન (Surat Nasirnagar Demolition) વિવાદમાં સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વિશેષ તપાસ સમિતિના અહેવાલના આધારે પાંચ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર મામલે વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Surat Nasirnagar Demolition શું છે સમગ્ર મામલો?

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન (Surat Nasirnagar Demolition) કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ અનેક મુદ્દાઓને લઈને વિવાદ ઊભો થયો હતો. સમગ્ર ઘટનાની હકીકત જાણવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

તપાસ સમિતિએ પોતાનો અહેવાલ સોંપ્યા બાદ મહાનગરપાલિકાએ મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Surat Nasirnagar Demolition: કોને કરવામાં આવ્યા સસ્પેન્ડ?

નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત થાય તે માટે નીચેના પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે:

કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ

કાર્યપાલક ઈજનેર (સિવિલ) જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા

ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર

આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા

જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર

Surat Nasirnagar Demolition: તંત્રનો સ્પષ્ટ સંદેશ

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તમામ દસ્તાવેજો, વહીવટી પ્રક્રિયા અને ડિમોલિશન સંબંધિત કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.

આ કાર્યવાહી બાદ હવે ખાતાકીય તપાસના અંતિમ અહેવાલ પર સૌની નજર રહેશે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગામી વહીવટી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન વિવાદમાં પાલિકાનો ખુલાસો: ‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી’

આ પણ વાંચો:સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: બિલ્ડરની કાર પર ‘MLA ગુજરાત’ પ્લેટથી ઉઠ્યા સવાલો

આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન મુદ્દે MLA મોરડિયાએ ઉઠાવ્યા સવાલ