Vadodara News/ ગારમેન્ટ વેપારી પર ફિલ્મી અંદાજમાં ફાયરિંગ, CCTVમાં ગમછાવાળા શૂટર કેદ; 5 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર

વડોદરાના વાઘોડિયા રોડ પર ગારમેન્ટ વેપારી આશિષ બાકોલિયા પર થયેલા ફાયરિંગ (Vadodara Firing Video)નો CCTV વીડિયો સામે આવ્યો છે. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ કારનો પીછો કરીને ગોળીબાર કર્યો હતો. ઘટનાના પાંચ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

Gujarat Vadodara Breaking News
Vadodara Firing Video:બાઇક પર આવેલા ગમછાવાળા શૂટરે વેપારીને મારી ગોળી

Vadodara News: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં ગત 26 જૂનની રાત્રે બનેલી ફાયરિંગ (Vadodara Firing Video)ની ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા રોડ તરફ જતા માર્ગ પર ગારમેન્ટ વેપારી પર થયેલા જીવલેણ હુમલાનો CCTV વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં બાઇક પર આવેલા બે ગમછાવાળા શૂટર વેપારીની કારનો પીછો કરતા અને પછી અચાનક ગોળીબાર કરતા જોવા મળે છે.

Vadodara Firing Video: શું હતી સમગ્ર ઘટના?

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, 26 જૂન, 2026ની રાત્રે લગભગ 10:27 વાગ્યે પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા અને મૂળ દિલ્હીના 37 વર્ષીય ગારમેન્ટ વેપારી આશિષકુમાર મદનલાલ બાકોલિયા પોતાની દુકાન બંધ કરીને કારમાં એકલા ઘરે જઈ રહ્યા હતા. વાઘોડિયા ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ પર તેઓ કાર રોકે છે. તે સમયે પહેલેથી જ બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમની કાર પાછળ ઉભા રહે છે.

સિગ્નલ ગ્રીન થતાં વેપારી કાર આગળ વધારે છે અને બાઇક સવાર શખ્સો પણ સતત તેમનો પીછો કરતા રહે છે. કારમાં લાગેલા પાછળના કેમેરામાં બંને હુમલાખોરોની હિલચાલ કેદ થઈ ગઈ છે.

Vadodara Firing Video: તક મળતા જ કર્યો ગોળીબાર

વાઘોડિયા રોડ પર ટ્રાફિક ધીમો પડતા હુમલાખોરોએ તકનો લાભ લીધો. બાઇક પર પાછળ બેઠેલો શૂટર કારની બાજુમાં આવી સીધું વેપારી પર ફાયરિંગ (Vadodara Firing Video) કરે છે. ગોળી કારનો ડ્રાઈવર સાઇડનો કાચ તોડીને આશિષકુમારના જમણા હાથમાં વાગી હતી.

અચાનક થયેલા હુમલાથી વેપારી ગભરાઈ ગયા હતા અને કારમાં જ “મમ્મી… મમ્મી… બચાવો…” કહી બૂમો પાડી હતી. બાદમાં તેમણે કાર રોડની સાઇડમાં ઊભી રાખી 112 પોલીસ કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી.

Vadodara Firing Video: હોસ્પિટલમાં સારવાર

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને 108ની ટીમે ઇજાગ્રસ્ત વેપારીને પ્રથમ SSG હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

વેપારીએ શું કહ્યું?

ઇજાગ્રસ્ત આશિષ બાકોલિયાના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તેમને સમજાયું જ નહોતું કે શું બન્યું છે. થોડા સમય બાદ હાથમાં ભારે દુખાવો થતાં ખબર પડી કે ગોળી વાગી છે. તેમણે જણાવ્યું કે હુમલાખોરોને તેઓ ઓળખતા નથી અને પોલીસ વહેલી તકે આરોપીઓને ઝડપી પાડે તેવી તેમની માંગ છે.

પાંચ દિવસ બાદ પણ આરોપીઓ ફરાર

ઘટનાના પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હુમલાખોરો હજુ સુધી પોલીસના હાથ લાગ્યા નથી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા વીડિયોએ સમગ્ર ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે.


આ પણ વાંચો:વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ, ખભામાં ગોળી વાગતા ગંભીર ઇજા

આ પણ વાંચો:વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ

આ પણ વાંચો:વડોદરામાં પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ : CCTVમાં મહિલા તેના બે માણસો સાથે મકાનની કંપાઉન્ડ વોલ કૂદતી દેખાય છે