Gujarat News : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ (Rainy Weather) જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. લો પ્રેશર અને મોનસૂન ટ્રફ (Monsoon Trough)ની અસરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ (Rainy Weather) જોવા મળી શકે છે
રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી વરસાદ (Rain Forecast)ની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણને કારણે મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે છે.
બે સિસ્ટમથી Rain Alertનો માહોલ
હવામાનમાં હાલ બે સિસ્ટમ સક્રિય હોવાની અસર જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ અને મોનસૂન ટ્રફના કારણે ગુજરાત તરફ ભેજવાળા પવનો આવી રહ્યા છે. જેના પરિણામે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જોકે, વરસાદનું પ્રમાણ દરેક વિસ્તારમાં સરખું રહેશે નહીં. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં થોડો વધુ વરસાદ નોંધાઈ શકે છે.
હાલની સ્થિતિ જોતા આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી વાતાવરણ (Rainy Weather) ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને લો પ્રેશર અને મોનસૂન ટ્રફની સ્થિતિમાં ફેરફાર થાય તો વરસાદની તીવ્રતામાં પણ વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: શોપિયામાં વાદળ ફાટ્યું, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત; જમ્મુમાં ભારે વરસાદ
આ પણ વાંચો: વરસાદમાં તાળામાં કાટ લાગી ગયો છે? અજમાવો આ 6 સરળ ટિપ્સ…વર્ષો સુધી નવા રહેશે!
આ પણ વાંચો: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં ભારે વરસાદની શક્યતા નહીંવત્
