Lifestyle/ વરસાદમાં તાળામાં કાટ લાગી ગયો છે? અજમાવો આ 6 સરળ ટિપ્સ…વર્ષો સુધી નવા રહેશે!

અનેક વાર લોકોને તાળા બદલવાની કે તોડવાની ફરજ પડે છે, અને તાળા-ચાવી વાળાને બોલાવવા પડે છે.અહિં અમે તમને કેટલાક Door Lock Care Tips દર્શાવવા…

Trending Tips & Tricks Lifestyle
Door Lock Care Tips...જામ થયેલા તાળાની ઘરગથ્થુ ઉપાયોની ચાવી!

Lifestyle: વરસાદ અને ભેજના કારણે ઘરના તાળામાં કાટ લાગી જવાની, ચાવી અટકી જવાની કે લૉક જામ થવાની સમસ્યા વધી જાય છે. જો કે, આ 6 સરળ ઉપાયો (Door Lock Care Tips)થી ચોમાસાની સિઝનમાં તાળાને સુરક્ષિત રાખી શકાય છે.

ચોમાસાની સિઝન (Monsoon Season)માં વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પરંતુ સાથોસાથ ઘરની ઘણી સમસ્યાઓ વધી જતી હોય છે અને એમાં સામેલ છે કપડા સૂકવવાથી માંડીને દિવાલો પર ભેજ (Moisture on the walls) આવવાની સમસ્યાઓ…આ પૈકીની એક સમસ્યા છે ઘરના તાળામાં કાટ (Rust in the lock) લાગી જવાની, ચાવી અટકી જવાની કે લૉક જામ થવાની સમસ્યા! વરસાદના ટીપાં, હવાનો ભેજ અને ભીના હાથે અડવાથી પાણી તાળામાં પ્રવેશે છે અને એના કારણે એમાં રહેલા નાના-નાના પાર્ટ્સ ખરાબ થઇ જાય છે. કેટલાક ઘરગથ્થુ નુસખા (Door Lock Care Tips) અજમાવીને તમે તમારા ઘરના તાળાને વર્ષોવર્ષ સુધી નવા અને સુરક્ષિત રાખી શકશો.

તાળાને સુરક્ષિત રાખવાના ઘરગથ્થુ નુસખા (Door Lock Care Tips)

આવી મુશ્કેલીના કારણે અનેક વાર લોકોને તાળા બદલવાની કે તોડવાની ફરજ પડે છે, અને ક્યારેક-ક્યારેક તો તાળા-ચાવી વાળાને બોલાવવા પડે છે. પણ તમારે આમ કરવાની જરુર આ લેખ વાંચ્યા બાદ કદાચ નહિં જ પડે! અહિં અમે તમને કેટલાક સરળ ઉપાયો (Door Lock Care Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેનાથી આવી નોબત નહિં આવે! અહિં દર્શાવેલા કેટલાક ઘરગથ્થુ નુસખા (Door Lock Care Tips) અજમાવી જુઓ.

ચાવીના કાણામાં સૂકું લ્યુબ્રિકન્ટ

1. ચાવીના કાણામાં સૂકું લ્યુબ્રિકન્ટ નાખો

સાધારણ તેલ કે ગ્રીસ (Oil or Grease)થી ધૂળ અને ચીકાશ જામે છે. આથી ગ્રેફાઇટ પાવડર (Graphite powder) અથવા તો ખાસ સ્પ્રે (Spray)નો વપરાશ કરવો યોગ્ય રહેશે. એને ચાવા પર લગાવીને 2-3 વાર તાળામાં ફેરવવી. આમ કરવાથી તાળામાં માખણની જેમ ચાવી ફરી શકશે!

2. તાળાની ઉપરના ભાગ પર ધ્યાન આપો

કેવળ ચાવીનું કાણું જ નહિં પરંતુ, તાળાની બહાર નીકળતો નકુચો પણ ભેજથી જામી શકે છે. એના પર સિલિકૉન સ્પ્રે કે લ્યૂબ્રિકન્ટ (Silicone spray or lubricant) કોઇ કપડામાં લઇને હળવેકથી લગાવવું અને હેન્ડલને 3-4 વખત ઉપર નીચે કરવું જેથી તેલ અંદર પહોંચી જાય.

3. ભીની અને ગંદી ચાવી ન વાપરવી

ધણી વાર આપણે ઉતાવળમાં ભીની ચાવી (Key)થી જ તાળુ ખોલી દઇએ છીએ. આમ કરવાથી પાણી તાળામાં જાય છે આથી જ ચાવીને પ્રથમ કપડા કે કૉટનથી સારી રીતે લૂછી લેવી. કાટ લાગેલી ચાવી વાપરવાના બદલે નવી બનાવડાવવી.

4. દરવાજા પર પાણી વહેતું રોકવું

ઘણી વાર છત કે દરવાજાનું પાણી તાળા પર પડે તો એને રોકવા દરવાજા પર નાનું ટીન-શેડ અથવા વોટરપ્રુફ સ્ટ્રીપ લગાવવી જેથી પાણી તાળાથી દૂર પડશે.

5. તાળા પર નાની છત્રી લગાવવી

જે દરવાજા પર છજું ન હોય ત્યાં વરસાદ (Rain) સીધો પડે છે અને માર્કેટમાં તાળા માટે પ્લાસ્ટિક અથવા ધાતુના કવર (Plastic cover or Metal Cover) મળે છે અને એ લગાવવાથી તાળાનો પાણીથી બચાવ થાય છે.

6. કાટ લાગવાની શરુઆતમાં જ સ્વચ્છ કરો

તાળા પર ભૂરા કે નારંગી ધબ્બા દેખાય તો એને સેન્ડપેપર (Sandpaper)થી સ્વચ્છ કરી લેવું અને ઉપર હળવું સ્પ્રે કરવું.

જામ તાળું

ભૂલેચૂકેય આ પ્રયોગો ન કરવા (Door Lock Care Tips)

1. તાળામાં વારંવાર સરસવ કે નારિયેળનું તેલ ન નાખવું. એમ કરવાથી ચીકાશ અને ધૂળ જામે છે અને તાળું હંમેશાં માટે જામ થઇ શકે છે.

2. જરુર ન હોય તો વધુપડતું તેલ કે સ્પ્રે ન છાંટવું. એમ કરવાથી દરવાજો પણ ગંદો થઇ શકે છે.

3. અટકી ગયેલા તાળા પર જોરથી ચાવી ન ફેરવવી. તાકાત લગાવવાથી ચાવી તાળાની અંદર જ વળી શકે છે કે તૂટી શકે છે.

આવા કેટલાક ઘરગથ્થુ નુસખા (Door Lock Care Tips) અજમાવીને તમે તમારા ઘરના તાળાને વર્ષોવર્ષ સુધી નવા અને સુરક્ષિત રાખી શકશો. અને જો આ ઉપાયો છતાં તાળામાં સમસ્યા રહે તો એને બદલી નાખવું જ હિતાવહ રહેશે.


આ પણ વાંચો : વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…

આ પણ વાંચો : શિયાળામાં કપડાં સુકાતા નથી અને તેમાંથી વાસ આવે છે? અપનાવો આ 10 દેશી જુગાડ, કામ થઈ જશે એકદમ આસાન!

આ પણ વાંચો : વોશિંગ મશીનમાં ઓશીકું કેવી રીતે ધોવું? આ ટિપ્સથી ઓશીકાના જીદ્દી ડાઘ મિનિટોમાં થઇ જશે સાફ!