Kangana Ranaut vs Baba Ramdev: બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ‘ગટર જનરેશન’ મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે (Kangana vs Baba Ramdev) વ્યક્તિગત ટિપ્પણીઓ સુધી પહોંચી ગયો છે. બાબા રામદેવે કંગનાના અગાઉના જીવન અને નિવેદનો પર સવાલ ઉઠાવ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે. કંગનાએ બાબા રામદેવને પોતાની અંગત જિંદગી અંગે ટિપ્પણી ન કરવાની સલાહ આપતાં પતંજલિ સાથે જોડાયેલા વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે.
કંગનાએ સોશિયલ મીડિયા પર કર્યો પલટવાર
કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બાબા રામદેવને સંબોધીને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે બાબાને પોતાની અંગત જિંદગી અને બેડરૂમ અંગે ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી હતી. કંગનાએ દલીલ કરી કે કોઈ વ્યક્તિ અફવાઓ કે અધૂરી વાતોના આધારે બીજાના ચારિત્ર્ય અંગે નિર્ણય ન લેવો જોઈએ. તેમણે બાબા રામદેવની ટિપ્પણીઓને પોતાની પ્રતિષ્ઠા પર સીધો હુમલો ગણાવ્યો હતો.
Kangana vs Baba Ramdev: પતંજલિના વિવાદનો પણ કર્યો ઉલ્લેખ
પોતાના જવાબમાં કંગનાએ પતંજલિ સાથે જોડાયેલા કાનૂની (Patanjali Controversy) વિવાદોનો ઉલ્લેખ કરીને બાબા રામદેવને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટની (Supreme Court) અગાઉની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને ચારિત્ર્ય અંગે ઉપદેશ આપતા પહેલાં બાબાએ પોતાના સંબંધિત વિવાદો પણ યાદ રાખવા જોઈએ. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા નિવેદનમાં પોતાનું ચારિત્ર્ય બાબા રામદેવ કરતાં વધુ સારું હોવાનો દાવો પણ કર્યો હતો.
બાબા રામદેવે કંગનાના નિવેદન પર શું કહ્યું હતું?
વિવાદની શરૂઆત કંગના રનૌતના Gen Zને ‘ગટર જનરેશન’ ગણાવતા (Gutter Generation Controversy) નિવેદનથી થઈ હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા બાબા રામદેવે કંગનાના ભૂતકાળ અને તેમના અગાઉના જીવન અંગે સવાલો ઉઠાવ્યા હતા. રામદેવે કંગનાના નિવેદનની ટીકા કરતા કહ્યું હતું કે દેશના યુવાનો માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમના મતે યુવાનોને ‘ગટર જનરેશન’ કહેવું ખોટો અભિગમ છે અને કંગનાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ આ નિવેદનની નોંધ લેવી જોઈએ.
શું છે ‘ગટર જનરેશન’ વિવાદ?
કંગના રનૌતે Gen Zના એક વર્ગને લઈને કરેલી ટિપ્પણી બાદ વિવાદ ઊભો થયો હતો. અભિનેત્રીએ પોતાના નિવેદનનો બચાવ કરતાં કહ્યું હતું કે કેટલાક યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની દિવંગત માતા અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. કંગનાએ સવાલ કર્યો હતો કે આવી ભાષાનો ઉપયોગ કરનારા યુવાનોને કયા આધારે વિદ્યાર્થી ગણવા જોઈએ. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ હતી.
વિવાદ હવે વ્યક્તિગત ટકરાવ સુધી પહોંચ્યો
શરૂઆતમાં મુદ્દો Gen Z અંગેના કંગનાના નિવેદન પૂરતો મર્યાદિત હતો, પરંતુ બાબા રામદેવે કંગનાના ભૂતકાળ અંગે કરેલી ટિપ્પણી બાદ બંને વચ્ચે સીધો શાબ્દિક ટકરાવ જોવા મળી રહ્યો છે. કંગનાના તાજા જવાબમાં અંગત જીવન, ચારિત્ર્ય અને પતંજલિ સાથે જોડાયેલા કાનૂની વિવાદોનો ઉલ્લેખ થતાં મામલો વધુ ગરમાયો છે. હવે આ વિવાદમાં બાબા રામદેવ તરફથી આગળ શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: ‘નવી પેઢીની મહિલાઓ’ પર કંગના રનૌતની વિવાદિત ટિપ્પણી, ‘ગટર-ક્લાસ’ ગણાવી આકરા પ્રહારો
આ પણ વાંચો: કંગના રનૌતનું U-ટર્ન! હવે Gen Zને ગણાવી દેશની સૌથી મોટી તાકાત, કહ્યું- ‘આ પેઢી પર અમને ગર્વ છે’
આ પણ વાંચો: રાખી સાવંતનો કંગના રનૌત પર પ્રહાર, ‘ચુડેલ’ કહીને જોરદાર વિરોધ નોંધાવ્યો
