Gujarat News : ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લામાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. બનાસકાંઠા-કચ્છમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે. સુઈગામ, ગાંધીધામ, ભુજ, જામનગરમાં બજારો ખુલી ગઈ છે અને લોકોની અવરજવર પણ જોવા મળી રહી છે. યુદ્ધવિરામ અને રવિવાર હોવાથી ક્યાંક રજાનો માહોલ તો ક્યાંક ચહલપહલ જોવા મળી રહી છે.
જ્યારે ટ્રેનો અંગે માહિતી આપતા ભુજ રેલ અધિક્ષક કેકે શર્માએ કહ્યું કે તમામ ટ્રેન નિયત સમયે દોડી રહી છે.કચ્છના જિલ્લા મથક ભુજ અને ગાંધીધામ શહેરમાં આવતી અને જતી તમામ ટ્રેન રાબેતા મુજબ ચાલી રહી છે. ભુજ અને કંડલા એરપોર્ટ 14 મે સુધી બંધ છે. સરકારી કામકાજ રાબેતા મુજબ રહેશે. જોકે બ્લેકઆઉટ અંગેની જાણકારી સાંજના 5 વાગ્યા સુધી સ્પષ્ટ થશે. કચ્છ યુનિવર્સિટીમાં રદ કરાયેલી રજાઓનો નિર્ણય યથાવત છે.
પાટણમાં આવતીકાલે તમામ બ્લડ કેમ્પ ચાલુ રહેશે
પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કરતા જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા 12 મેના રોજ યોજાનારા બ્લડ ડોનેશન કેમ્પ કલેકટર અને ડીડીઓની સૂચના મુજબ ચાલુ રહેશે. તેમજ પાટણ જિલ્લાની કુલ 7 બ્લડ બેંકની 6000 બ્લડ બોટલની ક્ષમતા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ બ્લડ બેંકના સંચાલક-ટ્રસ્ટી, વહીવટી તંત્ર-NGOના સંકલન તથા સહયોગથી કેમ્પની કામગીરી ચાલુ રાખવામાં આવશે. 10મેના રોજ કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે યુદ્ધ વિરામ બાદ ફરી પાકિસ્તાને કાંકરીચાળો કર્યો હતો અને ફરી કચ્છમાં બ્લેક આઉટ કરી દેવામાં આવ્યો હતો. જો કે આજે ફરી પોર્ટ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોર્ટ બહાર ટ્રક ના થપ્પા લાગી ગયા હતા અને કન્ટેનરમાં માલ સામાનની હેર ફેર જોવા મળી હતી.ભુજ અને
કંડલા એરપોર્ટ 14 તારીખ સુધી બંધ
કચ્છના જિલ્લા મથક ભુજ અને ગાંધીધામ શહેરમાં આવતી અને જતી તમામ ટ્રેન રાબેતા મુજબ ચાલી રહી છે. ભુજ અને કંડલા એરપોર્ટ તા.14 સુધી બંધ છે. સરકારી કામકાજ રાબેતા મુજબ રહેશે. જોકે બ્લેકઆઉટ અંગેની જાણકારી સાંજના 5 વાગ્યા સુધી સ્પષ્ટ થશે. કચ્છ યુનિવર્સિટીમાં રદ કરાયેલી રજાઓનો નિર્ણય યથાવત છે
જામનગરમાં બજારો ધમધમી
જામનગરમાં પણ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. શહેરની મુખ્ય બજારો રવિવારનો દિવસ હોવા છતાં પણ ધમધમી રહી છે.જામનગરમાં કોસ્ટલ પેટ્રોલિંગ
જામનગરમાં સાંપ્રત પરીસ્થિતિ અનુસંધાને M.T.F., S.O.G. તથા લોકલ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટલ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે.
ગાંધીધામમાં સામાન્ય જનજીવન
યુદ્ધવિરામ પછીની આ પહેલી સવાર છે અને આજે ફરી જનજીવન સામાન્ય બની ગયું છે. જો કે આજે રવિવારનો દિવસ હોવાથી બજારમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં કેટલીક જગ્યાએ દુકાન બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. આજે અનિચ્છનીય બનાવના સમાચાર કચ્છ, ગાંધીધામ કે આદિપુર વિસ્તારમાં સામે ન આવતા લોકો રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. સીઝફાયરનું ઉલ્લંઘન બદલ લોકો હજુ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબની માગ કરી રહ્યા છે.
આપણી ફોજ હોય પછી અમને ડર શેનો: લખપતવાસીઓ
ભારત પાકિસ્તાન બોર્ડરથી 20-25 km દૂર આવેલા કચ્છના છેલ્લા ગામ લખપતમાં સામાન્ય માહોલ છે. દુકાનો ખુલી ગઈ છે અને એસટી બસ પણ આવી છે. લોકો ગામની બહાર ચોકમાં બેઠા છે,લતીફ નામના વ્યક્તિએ જણાવ્યું કે, આપણી આર્મી હોય પછી ડર શેનો?
નડેશ્વરી માતાજીના મંદિર બહાર દુકાનો ખુલી
ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાટણ શહેર નારાયણી હોસ્પિટલ અને એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત મેગા બ્લડ ડોનેટ કેમ્પ શરૂ થયો. તેમજ નડેશ્વરી માતાજીના મંદિરે ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. નડેશ્વરી માતાજી મંદિર બહારની દુકાનો રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી. સરહદના ગામોમાં વહેલી સવારથી જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:ભારત-પાક. યુદ્ધવિરામ બાદ ચીનનું બદલાયું વલણ! ‘પાકિસ્તાન લોખંડ જેવો મજબૂત દોસ્ત’
આ પણ વાંચો:ભારતે સલાલ ડેમનાં 5 દરવાજા ખોલ્યા, પાક.માં પૂરની સ્થિતિ સર્જાઈ
