Sabarmati Pollution/ સાબરમતીમાં ગંદુ-પ્રદૂષિત પાણી જતું રોકવા પાંચ નવા STPનું આયોજન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)  દ્વારા સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન (એસટીપી) નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદી શહેરની મધ્યમાંથી પસાર થાય છે. રિવરફ્રન્ટ બનાવવના લીધે સાબરમતીમાં દૂષિત પાણી છોડવાનું પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે.

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)  દ્વારા સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન (એસટીપી) નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદી શહેરની મધ્યમાંથી પસાર થાય છે. રિવરફ્રન્ટ બનાવવના લીધે સાબરમતીમાં દૂષિત પાણી છોડવાનું પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે.

આમ છતાં હજી પણ તેમા નોંધપાત્ર પ્રમાણમાં કચરો ઠલવાય છે તે જોતાં આગામી સમયમાં શહેરમાં પાંચ એસટીપી સ્થાપવામાં આવનારા છે. આના પગલે મોટેરા, સાબરમતી, ન્યુ ચાંદખેડા, કોટેશ્વર, ભાટ ખાતે નવા એસટીપી સ્થાપવાની હિલચાલ વેગવંતી બની છે.

આ માટે 120થી 180 એમએલડીની ક્ષમતાના નવા એસટીપી પ્લાન્ટ બનાવવા માટે પ્લોટ મેળવવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં વધતા જતાં પ્રદૂષણના મામલે ગુજરાત હાઇકોર્ટે એએમસી અને જીપીસીબીની આકરી ઝાટકણી કાઢી છે. તેના પછી નદીને શુદ્ધ કરવા, શુદ્ધ રાખવા અને શહેરના પર્યાવરણમાં સુધારો કરવા નવા એસટીપી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ શહેરમાં એએમસીના કુલ 1,252 એમએલડીની ક્ષમતા ધરાવતા 14 એસટીપી છે. તેની સામે શહેરોમાં લગભગ 1,700 એમએમલડી ગટરનું પાણી દૈનિક ધોરણે છોડવામાં આવે છે. આમ એએમસીના એસટીપીમાં લગભગ 1,100 એમએલડી પાણી ટ્રીટ કરવામાં આવે છે. બાકીનું 600 કરતાં પણ વધુ એમએલડી પાણી ટ્રીટ કર્યા વગર જ નદીમાં છોડવામાં આવતું હોવાથી નદીનું પ્રદૂષણ વધે છે.

આ ઉપરાંત એએમસીએ કરોડોના ખર્ચે મહત્વાકાંક્ષા પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હાથ ધરાયો છે. તેના બંને છેડાની કામગીરી ચાલી રહી છે. આ સંજોગોમાં હવે જો ગંદુ પાણી નદીમાં ઠલવાય તો રિવરફ્રન્ટના પ્રોજેક્ટ પર પણ અસર પડી શકે છે. તેના લીધે પણ ટ્રીટ કરેલું શુદ્ધપાણી છોડવા માટે નવા એસટીપી બનાવવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા

આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ