Gandhinagar News/ શિક્ષણ મંદિર કે સજા કેન્દ્ર? વાવોલમાં ગાડીનો કાચ તૂટતા આચાર્યએ વિદ્યાર્થીઓને માર માર્યો

વાવોલની સરકારી શાળા (School) માં ગાડીનો કાચ તૂટતા આચાર્યે વિદ્યાર્થીઓને સ્કેલથી માર માર્યાનો આરોપ. ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ, હોબાળો મચ્યો, આચાર્ય રજા પર ઉતર્યા.

Gujarat Gandhinagar Top Stories
School

Gandhinagar Government School Controversy : ગાંધીનગર જિલ્લાના વાવોલ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા (School)માં આચાર્યની ક્રૂર હરકત સામે આવતા ભારે વિવાદ ઊભો થયો છે. શાળાના આચાર્યએ ગાડીનો કાચ તૂટવાની ઘટનાના પગલે વિદ્યાર્થીઓને સ્કેલથી માર માર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને શાળા પરિસરમાં હોબાળો મચ્યો હતો.

School

શાળા (School)માં વાલીઓનો હોબાળો 

મળતી માહિતી મુજબ, શાળા ના પરિસરમાં કોઈ કારણસર આચાર્યની ગાડીનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાથી નારાજ થયેલા આચાર્યએ ત્રણ અલગ-અલગ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરી તેમને સ્કેલ વડે માર માર્યો હોવાનો આરોપ છે. વિદ્યાર્થીઓને માર માર્યાની જાણ થતાં જ વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા.

School

વાલીઓને સમજાવી મામલો થાળે પાડ્યો

વાલીઓએ આચાર્યની આ હરકત સામે કડક વિરોધ વ્યક્ત કર્યો હતો અને શાળા સંચાલન સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે ઘટના બાદ શિક્ષકોએ પણ યોગ્ય જવાબ આપ્યો ન હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી. જો કે, સ્થાનિક આગેવાનો અને જવાબદારોએ વાલીઓને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આચાર્ય રજા પર ઉતર્યાના અહેવાલ

આ મામલે મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપ બાદ આચાર્યને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. શાળા (School)માં બનેલી આ ઘટના બાદ શિસ્ત અને વિદ્યાર્થી સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં 12 જાન્યુઆરીએ ખેડૂતોનો સરકાર સામે મોરચો

આ પણ વાંચો:  ગાંધીનગરમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા, માંગણીઓ ન ઉકેલાય તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો: ગાંધીનગરમાં દુષ્કર્મ કેસના આરોપી પર રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ફાયરિંગ