Political/ ભાજપે ટ્વિટ કરી કોંગ્રેસ પર કર્યા પ્રહાર,ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 41,257 રૂપિયાની ટી-શર્ટ પહેરી!

કટાક્ષભર્યા ઈશારામાં ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતાએ ભારત જોડો યાત્રા દરમિયાન પહેરેલી ટી-શર્ટની કિંમત 41,257 રૂપિયા છે

Top Stories India

ભાજપે ભારત જોડો યાત્રા પર ગયેલા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કટાક્ષભર્યા ઈશારામાં ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતાએ ભારત જોડો યાત્રા દરમિયાન પહેરેલી ટી-શર્ટની કિંમત 41,257 રૂપિયા છે. ભાજપે તેના સત્તાવાર એકાઉન્ટ પરથી બે તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીર સફેદ બરબેરી ટી-શર્ટમાં રાહુલ ગાંધીની હતી અને બીજી તસવીર એ જ ટી-શર્ટ બતાવે છે જેની કિંમત 41,257 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે  કે Burberry એક બ્રિટિશ લક્ઝરી ફેશન બ્રાન્ડ છે. આ બે તસવીરો પોસ્ટ કરતી વખતે BJPએ ટોન્ટ સાથે માત્ર બે શબ્દો લખ્યા – ભારત, જુઓ. કોંગ્રેસે ભાજપના ટોણાને ગંભીરતાથી લીધા અને જડબાતોડ જવાબ આપ્યો. કોંગ્રેસે ટ્વિટ પર ટિપ્પણી કરી- અરે… શું તમે નર્વસ છો? જોત જોતામાં ભારત જોડો યાત્રામાં ભીડ ઉમટી હતી. મુદ્દા પર વાત કરો,બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકીના કપડાંની ચર્ચા કરવી હોય તો મોદીજીનો 10 લાખનો સૂટ અને 1.5 લાખના ચશ્માની વાત થઈ જશે. બોલો શું કરવું છે?

છત્તીસગઢ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલે પણ ભાજપ પર પલટવાર કર્યો હતો, ‘પેન્ટ’ના ‘અંદરના ખિસ્સા’માંથી બહાર આવો.રાહુલ ગાંધી સતત કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર અદાણી, અંબાણીના ફાયદા માટે કામ કરી રહી છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.